Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

અમેરિકામાં રાધાક્રિષ્ન ટેમ્પલ ડલાસ ટેક્સાસ મુકામે 23 માર્ચ શનિવારે " હોલી ફેસ્ટિવલ " : ડી.જે. , ડાન્સ ,સાંસ્કૃતિક કાર્યક્રમો ,તથા રંગોની છોળો સાથે તહેવારનો આનંદ માણવા તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ

ટેક્સાસ : અમેરિકામાં રાધાક્રિષ્ન ટેમ્પલ ડલાસ ટેક્સાસ મુકામે 23 માર્ચ શનિવારે " હોલી ફેસ્ટિવલ " ઉજવાશે , ઇગલ સ્ટેડિયમ પાર્કિંગ લોટ ,એલન મુકામે થનારી ઉજવણી અંતર્ગત ડી.જે. , ડાન્સ ,સાંસ્કૃતિક કાર્યક્રમો ,તથા રંગોની છોળો સાથે તહેવારનો આનંદ માણવા તમામ માટે વિનામૂલ્યે પ્રવેશની વ્યવસ્થા કરવામાં આવી છે.જેનો સમય બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે.વિશેષ માહિતી માટે શ્રી સૌરભ જોહરી 949-705-8494 અથવા શ્રી શ્રેયાંશ જૈન 214-499-4669 દ્વારા સંપર્ક સાધી શકાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:21 pm IST)