Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

પાકિસ્તાનમાં શીખ યુવકોને ભારતમાં હુમલા કરવાની ટ્રેનિંગ આપે છે આઈએસઆઈ

પાકિસ્તાન ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયામાં દુષ્પ્રચાર કરીને આતંકી સંગઠન યુવાઓને ભડકાવી રહ્યાં છે

 

નવી દિલ્હી ;પાકિસ્તાનમાં શીખ યુવકોને ભારત વિરુદ્ધ ભડકાવીને ભારતમાં આતંકી ગતિવિધિને અંજામ આપવા ટ્રેનિંગ અપાઈ રહ્યાંનો અહેવાલ ગૃહ મંત્રાલયે આપ્યો છે જેમાં જણાવાયું છે કે પાકિસ્તાની પાકિસ્તાની ખાનગી અજન્સી આઇએસઆઇ શિખ યુવાઓને ભારતમાં હુમલો કરવાની ટ્રેનિંગ આપી રહેલ છે.

મામલામાં ગૃહ મંત્રાલયે સોમવારનાં રોજ સંસદીય પેનલને રિપોર્ટ આપ્યો અને જણાવ્યું હતું કે આઇએસઆઇનાં ઠેકાણાંઓ પર શિખ આતંકી સંગઠન કેદીઓ, બેરોજગારો અને તસ્કરોને ભારતમાં આતંકી ગતિવિધિઓને અંજામ આપવા માટે તૈયાર કરવામાં આવી રહ્યાં છે.

રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત સિવાય કેનેડા અને અન્ય દેશોમાં રહેતા શિખ યુવાઓમાં દેશની વિરૂદ્ધ ઝેર ફેલાવવામાં આવી રહ્યું છે. ગૃહ મંત્રાલયનાં શીર્ષ અધિકારીઓએ ઓબ્ઝર્વર કમિટીને બતાવ્યું છે કે પાકિસ્તાન ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયામાં દુષ્પ્રચાર કરીને આતંકી સંગઠન યુવાઓને ભડકાવી રહ્યાં છે. જે સ્થિતિને સંભાળવી સરકાર માટે એક પડકારરૂપ બની ગયેલ છે.

(1:08 am IST)