Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

કુપવાડામાં ઓપરેશન ચાલુ :ચાર જવાન શહીદ :પાંચ આતંકીઓ હણાયા

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સેનાના જવાનો દ્વારા આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન યથાવત છે એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ મંગળવારે 5 આતંકવાદીઓને ઠાર માર્યા બાદ આજે સેના અને એસઓજીની સંયુક્ત કાર્યવાહી દરમિયાન આતંકીઓના ફાયરિંગમાં સેનાના 2 જવાન અને પોલીસના બે જવાન શહીદ થયા છે. વિસ્તારમાં ઓપરેશન યથાવત છે.

સેનાએ સર્ચ ઓપરેશનને આજ શરૂ રાખ્યુ છે. મંગળવારે સેનાએ કુપવાડાના હલમતપોરા વિસ્તારમાં છૂપાયેલા ચાર આતંકવાદીઓને ઠાર માર્યા હતા. ત્યારે સેનાને કુપવાડામાં વધુ આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. જેથી આજે પણ સર્ચ ઓપરેશને લંબાવવામાં આવ્યું છે
  મંગળવારે હલમતપોરા વિસ્તારમાં છૂપાયેલા આતકવાદીઓએ સેનાની રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશ્યલ ઓપરેશન્સ ગ્રુપના કાફલા પર ફાયરિંગ કર્યું હતું. ઘટના બાદ સુરક્ષદળોની કાર્યવાહીમાં સેનાએ ચાર આતંકવાદીઓ ઠાર મરાયા હતા. જમ્મુ કાશ્મીરમાં સેનાએ ઓપરેશન ઓલ આઉટ તેજ કરતા આતંકવાદીઓમાં ફફડાટ ફેલાયો છે. જેથી આતંવાદીઓ સેનાની કાર્યવાહીથી ભયના ઓથાર હેઠળ સેના ઉપર હુમલો કરી રહ્યા છે. ગત્ત દિવસે આતંકવાદીઓએ ભાજપના નેતા ઉપર હુમલો કર્યો હતો. જે બાદ સેનાએ ત્રણ આતંકવાદીને ઠાર કર્યા હતાં.

(1:11 am IST)