Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

ચીન હવે રિમોટ કંટ્રોલ સંચાલિત યુદ્ધ ટેન્કનું કરશે પરીક્ષણ

યુદ્ધ ટેન્કમાં ઉપગ્રહ, વિમાન અને સબમરીનના ઈનપુટને એક જ સ્થળે એકત્ર કરવાની પણ ક્ષમતા

ચીન હવે રિમોટ કંટ્રોલ સંચાલિત યુદ્ધ ટેન્કનું પરીક્ષણ કરવા તૈયારી કરી રહયું છે ચીનના સત્તાવાર સમાચારપત્ર ગ્લોબલ ટાઈમ્સના અહેવાલ મુજબ માનવ રહિત આ ટેન્કમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની પણ વ્યવસ્થા હશે અને અન્ય માનવ રહિત ટેન્ક સાથે મળીને કાર્ય કરી શકશે. વળી ટેન્ક ઉપગ્રહ, વિમાન અને સબમરીનના ઈનપુટને એક જ સ્થળે એકત્ર કરવાની પણ ક્ષમતા ધરાવે છે.

  ચીન છેલ્લાં કેટલાક વર્ષોથી માનવ રહિત ગ્રાઉન્ડ વ્હીકલ (યુજીવીએસ) અને માનવ રહિત એરિયલ વ્હીકલ (યુએવી) તૈયાર કરવામાં પણ વ્યસ્ત છે. ચીને પ્રમુખ જિનપિંગના નેતૃત્વમાં આક્રમક રીતે સેનાનું આધુનિકીકરણ કરવાની શરૂઆત કરી છે. આ ઉપરાંત સ્ટીલ્થ યુદ્ધ વિમાનો તેમજ વિમાનવાહક બનાવવાની કામગીરી શરૂ કરી છે. ચીન સરકારી ટીવી પર દર્શાવવામાં આવેલા ફૂટેજ પ્રમાણે ટાઈપ 59 મેઈન બેટલ ટેન્ક (એમબીટી)ને રિમોટ કન્ટ્રોલથી સંચાલિત કરે છે.

  આ ટેન્કમાં ચાર સૈનિકો હોય છે. તેમાં આ સાથે 100 એમએમનું બેરલ, 7.62 એમએમ મશીનગન અને એક 12.7 એમએમની એન્ટી એરક્રાફ્ટ મશીનગન પણ હોય છે. રિમોટ કન્ટ્રોલ સંચાલિત આ ટેન્કમાં અનેક ટેકનીકલ ખામી છે અને રણમેદાનમાં ઉતારતા અગાઉ આ ખામીઓ દૂર કરવી પડશે.

(12:39 am IST)