Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

આમીરખાનની ''મહાભારત''ને મુકેશ અંબાણી કરશે કો-પ્રોડ્યુસ:1000 કરોડનું બજેટ આપશે

ભારતની સૌથી મોંઘી ફિલ્મ મનાતી ‘મહાભારત’માં મુકેશ અંબાણી પૈસા લગાવશે.

 

મુંબઈ ;આમિર ખાનના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ મહાભારતને લઈને સૌથી મોટા અહેવાલ મુજબ મહાભારત જેવી મહાન પટકથાને સિલ્વર સ્ક્રીન પર ઉતારવામાં મુકેશ અંબાણી મદદ કરશે મળતી માહિતી પ્રમાણે ભારતની સૌથી મોંઘી ફિલ્મ માનવામાં આવતીમહાભારતમાં મુકેશ અંબાણી પૈસા લગાવશે.

   મીડિયા હેવાલ મુજબ મુકેશ અંબાણી આમિર ખાનની મહાભારતને કો-પ્રોડ્યુસ કરશે, જેમાં તે 1000 કરોડ રૂપિયાનું બજેટ આપશે.જો કે હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે મુકેશ અંબાણી ફિલ્મ માટે નવું પ્રોડક્શન હાઉસ શરૂ કરશે કે પોતાની બીજી મીડિયા કંપની જેમકે જિયો અને વાયકોમ 18 દ્વારા પ્રોડ્યુસ કરશે. મામલે હજુ સુધી આમિર ખાન કે મુકેશ અંબાણી તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

  અત્રે ઉલ્લેખનીય છે કે આમિર ઈચ્છે છે કે મહાભારતની ગણના તેમની શ્રેષ્ઠ ફિલ્મો પૈકીની એકમાં થાય. આમિર ફિલ્મનું નિર્માણ ભવ્ય સ્કેલ પર કરવા માગે છે, હૉલિવુડ ફિલ્મો લોર્ડ ઓફ રિંગ્સઅનેગેમ ઓફ થ્રોન્સની જેમ. જો કે આટલા મોટાપાયે મહાભારત બનાવવા માટે ખૂબ મોટું બજેટ જરૂરી છે. કારણકે વિઝ્યુઅલ ટ્રીટમેંટમાં ઘણાં રૂપિયા ખર્ચ થશે. હવે જ્યારે મુકેશ અંબાણીએ ફિલ્મમાં રસ દાખવ્યો છે, ત્યારે આમિરનું ફિલ્મ બનાવવાનું સપનું જલ્દી પૂરું થશે.

  બાહુબલીના ફિલ્મ ડાયરેક્ટર એસ.એસ. રાજામૌલી પણ આમિર ખાન સાથે મહાભારત બનાવવાની ઈચ્છા બતાવી ચૂક્યા છે. રાજામૌલી ફિલ્મમાં મોહનલાલ, રજનીકાંત અને આમિર ખાનને કાસ્ટ કરવા માગે છે. જો કે મોહનલાલ પોતે પણ મહાભારત બનાવવાનો પ્લાન કરતા હોવાથી રાજામૌલીએ હાલ ફિલ્મ બનાવવાનું માંડી વાળ્યું છે. હવે જોવાનું મજેદાર રહેશે કે સૌથી પહેલા કોનીમહાભારતફિલ્મી પડદે જોવા મળે છે.

(12:22 am IST)