Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

‘‘લેજીસ્‍લેટીવ ડે'': યુ.એસ.ના વોશીંગ્‍ટન ડીસી ખાતે ૧૨ એપ્રિલ ૨૦૧૮ના રોજ AAPI દ્વારા થનારી ઉજવણીઃ અમેરિકાના બંને રાજકિય પક્ષોના ૧ ડઝન ઉપરાંત કોંગ્રેસમેન, ભારતીય દૂતાવાસના અધિકારીઓ તેમજ વિવિધ ક્ષેત્રોની હસ્‍તિઓ હાજરી આપશે

વોશીંગ્‍ટન ડીસીઃ યુ.એસ.સ્‍થિત ‘‘અમેરિકન એશોશિએશન ઓફ ફીઝીશીયન્‍શ ઓફ ઇન્‍ડિયન ઓરીજીન (AAPI)''ના ઉપક્રમે આગામી ૧૨ એપ્રિલ ૨૦૧૮ના રોજ ‘‘લેજીસ્‍લેટીવ ડે'' ઉજવાશે.

વોશીંગ્‍ટન ડીસીમાં કેપિટલ હિલ ખાતે થનારી ઉજવણીમાં ડેમોક્રેટ તથા રિપબ્‍લીકન બંને પાર્ટીના એક ડઝન જેટલા કોંગ્રેસમેન હાજર રહી ઉદબોધન કરશે તેવું AAPI પ્રેસિડન્‍ટ ડો.ગૌતમ સમદરએ સમાચાર સૂત્રોને જણાવ્‍યું છે.

સવારે ૯ વાગ્‍યાથી શરૂ થનારી ઉજવણી અંતર્ગત હાજર રહેનારા મેમ્‍બર્સ પોતાના વિસ્‍તારના લો મેકર્સને મળી ચર્ચાઓ કરી શકશે. ભારતીય દૂતાવાસના અધિકારીઓ હાજરી આપશે. તેમજ જુદા જુદા ક્ષેત્રની હસ્‍તિઓ સાથે ડિનરનું આયોજન કરાયું છે.

ઉલ્લેખનીય છે કે નોન પોલિટીકલ AAPIના છત્ર હેઠળ યુ.એસ.માં ૯૦ જેટલા ચેપ્‍ટર્સ કાર્યરત છે. તેમજ ૬૦ હજાર જેટલા ફીઝીશયન્‍શ અને ૨૫ હજાર જેટલા મેડીકલ સ્‍ટુડન્‍ટસ AAPI સાથે જોડાયેલા છે તેવું શ્રી અજય ઘોષની યાદી દ્વારા જાણવા મળે  છે.

(9:55 pm IST)