Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

બિહાર અને યુપી વિધાનસભાની ચૂંટણીમાં મોટાપાયે ડેટા અેનાલિસીસનો ઉપયોગ કરાયાના આક્ષેપ સામે ભાજપ અને કોંગ્રેસના ખુલાસા

નવી દિલ્હીઃ ભારતમાં વર્ષ 2014માં લોકસભાની ચૂંટણીમાં પ્રચાર માટે સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ શરૂ થયો.જેમાં ભાજપના પીએમ મોદી સૌથી આગળ હતા કૈમ્બ્રિજ એનાલિટીકા વટથી એ વાતનો સ્વીકાર કરે છે કે ભારતમાં ભાજપ, કોંગ્રેસ અને જેડીયુ જેવા રાજકીય પક્ષો તેના ગ્રાહકો છે..અહેવાલ એવા પણ છે કે કોંગ્રેસે 2019ની ચૂંટણીમાં કૈમ્બ્રિજ એનાલિટીકા સાથે કામ કરવાની વાત કરી રહી છે.

 એવુ માનવામાં આવે છે લોકસભા ચૂંટણી અને ત્યાર બાદ બિહાર અને યુપી વિધાનસભાની ચૂંટણીમાં મોટા પાયે ડેટા એનાલિસીસનો ઉપયોગ કરાયો હતો. કૈમ્બ્રિજ એનાલિટિકાની વેબસાઈટ પર જાણકારી અપાઈ છે કે 2010માં બિહાર વિધાનસભા ચૂંટણીમાં તેને કોન્ટ્રાક્ટ મળ્યો હતો અને કુલ ટાર્ગેટ સીટોમાંથી 90 ટકાથી વધારે સીટો પર તેના ક્લાયન્ટને ભારે જીત મળી હતી. ઈન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર ભારતમાં કૈમ્બ્રિજ એનાલિટીકાની પેરેન્ટ કંપની સ્ટ્રેટેજીક કમ્યુનિકેશન લેબોરેટરીઝ એક સ્થાનિક કંપની ઓવલેનો બિઝનેસ ઈન્ટેલીજન્સ સાથે મળીને કામ કરે છે. આ કંપનીએ પોતાની વેબસાઈટમાં જણાવ્યું કે ભાજપ, કોંગ્રેસ અને જેડીયુ તેમના ગ્રાહકો છે.

 નવાઈની વાત એ કે ઓવલેનો બિઝનેસ ઈન્ટેલીજન્સના માલિક જનતાદળ યુનાઈટેડના નેતા કેસી ત્યાગીના પુત્ર અમરીશ ત્યાગી છે.. જોકે ત્યાગીએ જણાવ્યુ કે ઓબીઆઈએ સોશિયલ મીડિયા કે ડિઝિટલ મીડિયા માટે કોઈ કામ કર્યુ નથી.તે રાજનીતિ દળો સાથે જમીન પર કામ કરે છે. રવીશંકર પ્રસાદે અા કંપનીઅે ભારતમાં કોઈ પણ પ્રકારની ચાલાકી કરી તો કડક કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

 ત્યારે આગામી ચૂંટણીઓમાં પણ રાજકીય પક્ષો મોટા પ્રમાણમાં આવા ડેટા એનાલિસીસ પર નિર્ભર રહેશે તે વાત નક્કી છે એવામાં ભારતમાં ફેસબુક કે અન્ય સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારાના ડેટા લીક થવાની ચિંતા વધી ગઈ છે.

કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર લગાવેલા આરોપ બાદ કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી ભાજપ પર વળતો પ્રહાર કર્યો છે. રણદીપ સુરજેવાલાએ કહ્યુ કે, ભાજપે વધુ એક વખક કથીત ન્યૂઝનું ઉત્પાદન કર્યું છે. રવિશંકર પ્રસાદે ફરીવાર કથીત નિવેદન આપ્યું છે.  ભાજપ દરરોજ નવા કથીત એજન્ડાઓ લઈને આવે છે. સુરજેવાલાએ વધુમાં કહ્યું છે કે, કોંગ્રેસે ક્યારેય પ્રોમોશન માટે કેમ્બ્રિજ એનેલિટિકાની મદદ લીધી નથી. સુરજેવાલાએ કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદના આરોપોને નકાર્યા છે.

(8:08 pm IST)