Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

પંજાબમાં ત્રાસવાદને ફરીથી સજીવન કરવા માટે પ્રયાસો

પંજાબ દશકો સુધી ત્રાસવાદી ગતિવિધિમાં રહ્યું : ગુરદાસપુર અને પઠાણકોટમાં હુમલા કરવામાં આવી ચુક્યા છે : પંજાબમાં કટ્ટરપંથીઓની ગતિવિધિ પર નજર

નવીદિલ્હી, તા. ૨૧ : પંજાબમાં આતંકવાદી ગતિવિધિને ફરી સજીવન કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. આ અંગેના સંકેત પહેલા પણ મળી ચુક્યા છે. પંજાબમાં દશકો સુધી આતંકવાદી ગતિવિધિ ચાલી હતી. આ આતંકવાદી ગતિવિધિના કારણે પંજાબને અભૂતપૂર્વ નુકસાન થયું હતું. આતંકવાદીઓ પંજાબી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા હતા. પંજાબમાં આતંકવાદી ગતિવિધિનો અંત લાવવામાં ખુબ સમય લાગ્યો હતો. હવે ફરી એકવાર પંજાબમાં આતંકવાદી ગતિવિધિને સજીવન કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. ભૂતકાળમાં ગુરદાસપુરની અંદર એક ત્રાસવાદી હુમલો કરીને પ્રયાસ પણ કરવામાં આવી ચુક્યો છે. આ ઉપરાંત પઠાણકોટમાં એરબેઝ ઉપર પણ ભીષણ હુમલો ત્રાસવાદીઓ દ્વારા થોડાક વર્ષ પહેલા કરવામાં આવ્યો હતો જે સંકેત આપે છે કે, પંજાબમાં આતંકવાદી ગતિવિધિઓને સજીવન કરવાના તમામ પ્રયાસપાકિસ્તાન તરફથી થઇ રહ્યા છે.શાહબુદ્દીનને સઘન સુરક્ષાવાળા વોર્ડમાં રાખવામાં આવ્યો છે. બીજી બાજુ તિહાર જેલના મહાનિર્દેશક અજય કશ્યપે નિરજ અને તેના સાથીઓની ભુખ હડતાળ જારી હોવાના અહેવાલને સમર્થન આપ્યું છે.

એમ કહેવામાં આવી રહ્યું છે કે, આશરે ૫૦થ ૬૦ કેદીઓ હાલમાં ભુખ હડતાળ ઉપર શાહબુદ્દીન જેલ તંત્ર પર દબાણ લાવવાના હેતુસર આ દિશામાં આગળ વધી રહ્યો છે. છોટા રાજનને થોડાક વર્ષો પહેલા પકડીને ભારત લાવવામાં આવ્યો હતો. તેની આકરી પુછપરછનો દોર પૂર્ણ થઇ ગયા બાદ રાજનને હવે જેલમાં રાખવામાં આવ્યો છે. તિહાર જેલમાં તેને પુરતી સુવિધા મળી રહી હોવાનો આક્ષેપ શાહબુદ્દીન દ્વારા કરાયો છે.

(7:41 pm IST)