Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

બાળકો મોદીથી વધુ માહિતી ધર્મ સંદર્ભે ધરાવે છે : રાહુલ

કર્ણાટકમાં રાહુલ દ્વારા આક્રમક ચૂંટણી પ્રચાર : રોડ શો અને રેલીઓનું આયોજન : અનેક ધાર્મિક સ્થળો પર રાહુલ જઈ રહ્યા છે : મોદી સરકાર પર પ્રહારો કર્યા

ચિકમંગલુર,તા. ૨૧ : એક પછી એક રાજ્યોમાં પોતાના હાથમાંથી સરકાર નિકળી ગયા બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હવે ખુબ જ સક્રિય દેખાઈ રહ્યા છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને લઇને જોરદાર પ્રચાર રાહુલ ગાંધી હાલમાં કરી રહ્યા છે. રાહુલ ગાંધી રેલી અને રોડ શો ઉપરાંત સતત ધાર્મિક સ્થળોનો પ્રવાસ પણ કરી રહ્યા છે. આજે રાહુલ ગાંધી ચિકમંગલુર સ્થિત શ્રૃંગેરી મઠ પહોંચ્યા હતા. અહીં તેઓએ વેદ સ્કુલમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. મોડેથી એક રેલીમાં રાહુલે શ્રૃંગેરી મઠમાં વિદ્યાર્થીઓ સાથે તેમની વાતચીતનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી તમામના હિતોને ધ્યાનમાં લઇ રહી છે. રાહુલે કહ્યું હતું કે અહીં મઠમાં ૧૪ વર્ષના બાળકો ધર્મના મામલામાં અમારા વડાપ્રધાન કરતા વધારે માહિતી ધરાવે છે. મોદી હંમેશા જુઠ્ઠાણુ ચલાવતા રહે છે. ચિકમંગલુરમાં જનસભાને સંબોધતા કહ્યું હતું કે, તેઓ શ્રૃંગેરી મઠમાં પહોંચ્યા હતા જે આદિ શંકરાચાર્યની કર્મભૂમિ છે. ત્યાં તેઓએ વિદ્યાર્થી સાથે વાતચીત કરી છે. ૧૪ વર્ષના એક વિદ્યાર્થીએ કહ્યું હતું કે, ધર્મ એટલે સત્ય અને સત્ય એટલે સત્યમેવ જયતે. બીજા વિદ્યાર્થીઓએ પણ આવી જ માહિતી આપી હતી. રાહુલે કહ્યું હતું કે, ૧૪ વર્ષના બાળકો અમારા વડાપ્રધાન કરતા વધારે માહિતી ધર્મના સંદર્ભમાં ધરાવે છે. રાહુલે કહ્યું હતું કે, મોદી જ્યારે અહીં આવ્યા હતા ત્યારે ભ્રષ્ટાચારની સામે વાત કરી હતી પરંતુ તે જ વખતે તેમના મંચ ઉપર ભાજપના જે નેતા હતા તે ભ્રષ્ટાચારના મામલામાં જેલની સજા ભોગવી ચુક્યા છે.

અમાથી ભાજપને મુખ્યમંત્રી પદના ઉમેદવાર પણ સામેલ છે. રાહુલ ગાંધીએ મંગળવારના દિવસે પણ મેંગ્લોરમાંરેલી અને રોડ શો યોજ્યા હતા. રાહુલે ગઇકાલે મોદી સરકાર પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, મોદી સરકાર ખેડૂતોનાદેવા માફ કરવાની વાત કરે છે પરંતુ અમીરોના દેવા માફ કરી દે છે.

(7:37 pm IST)