Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

હવે કાયમી નોકરીની આશા મુકી દેજોઃ કોઇપણ કંપની ઉદ્યોગ સાહસિકોને વધુ સરળતા આપવા કોન્‍ટ્રાક્ટ બેઝથી કર્મચારીઓની ભરતી કરશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં વધુ આગળનો ક્રમ મેળવવા માટે ઉદ્યોગ સાહસિકોને વધુ એક સરળતા વધારી દેતા કોન્ટ્રાક્ટબેઝ કર્મચારીઓની ભરતી માટે તમામ ક્ષેત્રોને મંજૂરી આપી દીધી છે. આવો જાણીએ તેનાથી ઇઝ ઓફ ડુઇંગમાં શું ફરક પડશે અને સૌથી વધુ મહત્વની વાત કે તેનાથી તમારી નોકરી પર શું અસર આવશે….

જો કોઈ કર્મચારી કોન્ટ્રાક્ટના આધારે એક નિશ્ચિત સમય માટે હાયર કરવામાં આવે તો તેને ફિક્સ્ડ એમ્પ્લોયમેન્ટ ગણવામાં આવશે. આ રીતે જો તેને હાયર કરનાર કંપની કે વ્યક્તિ સાથે કર્મચારીનો કોન્ટ્રાક્ટ રીન્યુ નથી થતો તો સમયાવધી પૂર્ણ થયા બાદ કર્મચારીની નોકરી આપોઆપ પૂર્ણ થઈ ગયેલી મનાશે.

નવા નિયમથી એમ્પ્લોયર્સ પોતાની જુદી જુદી જરુરિયાત માટે આઉટસોર્સ એજન્સિઝ પર આધાર રાખવાની જગ્યાએ કર્મચારીઓને ફિક્સ્ડ ટર્મ માટે સીધા જ હાયર કરી શકશે. જેના કારણે કર્મચારીઓને પણ ફાયદો થશે. અત્યાર સુધી કોન્ટ્રાક્ટ લેબર એક્ટમાં ફક્ત મદદરુપ કામગીરીમાટે જ કોન્ટ્રાક્ટ બેઝ્ડ કર્મચારીઓ રાખવાની છૂટ મળી હતી.

સરકારે આ સાથે જ તમામ કોન્ટ્રાક્ટ બેઝ્ડ કર્મચારીઓને પણ કાયમી કર્મચારીઓ જેટલો જ પગાર, કામકાજના કલાકો, અન્ય ભત્થા અને કાયદાકીય લાભ આપવો ફરજીયાત કર્યો છે. પરંતુ કોન્ટ્રાક્ટ સિસ્ટમના કારણે કંપનીઓને કોન્ટ્રાક્ટ પૂરો ન થયો હોય તો પણ વગર નોટિસે અથવા પેમેન્ટ વગર કર્મચારીને નોકરીમાંથી મુક્ત કરવાની મંજૂરી મળી જશે.

આ નવા નિયમથી એવા સેક્ટર કે જ્યાં સિઝનલ કામ અને માગ હોય છે ત્યાં જરુરિયાત મુજબ કર્મચારી રાખવાની છૂટ મળશે. જેથી આ ઇન્ડસ્ટ્રીઓને મદદ મળશે. સામાન્ય રીતે આવી ઇન્ડસ્ટ્રી MSME સેક્ટર સાથે જોડાયેલ હોય છે.

કંપનીઓ અથવા માલિકોને ફિક્સ્ડ ટર્મ કોન્ટ્રાક્ટની ભરતીને મંજૂરીથી નિશ્ચિત સમયમર્યાદા માટે કર્મચારીને કામ પર રાખવા અને ત્યારબાદ છૂટા કરી દેવાની સુવિધા રહેશે. આ કારણે જ કેન્દ્ર ઉપરાંત રાજ્ય સરકાર પણ મોટી સંખ્યામાં કોન્ટ્રાક્ટ બેઝ્ડ કર્મચારી હાયર કરી રહી છે.

સરકારે આ નિયમમાં ફેરફાર કરતા મજદૂર સંઘોની માગણીને માન્ય રાખતા કહ્યું કે, ‘સ્થાયી કર્મચારીને આ નિયમ પછી ફિક્સ્ડ કર્મચારી તરીકે ફેરવી શકાશે નહીં. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું કે ઇન્ડસ્ટ્રિયલ એસ્ટાબ્લિશમેન્ટમાં કોઈપણ એમ્પ્લોયર પોતાને ત્યાં કોઈપણ કાયમી કર્મચારીને કોન્ટ્રાક્ટ બેઝ્ડ કર્મચારી તરીકે નહીં ફેરવી શકે.

પહેલા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટાબ્લિશમેન્ટ સ્ટેન્ડિંગ ઓર્ડર 1946 મુજબ ફિક્સ્ડ કોન્ટ્રાક્ટ પર કર્મચારીની ભરતી કરવાની છૂટ ફક્ત કાપડ ઉદ્યોગને આપવામાં આવી હતી. ફિક્સ્ડ ટર્મ એમ્પ્લોયમેન્ટને ઓક્ટોબર 2016થી ઇન્ડસ્ટ્રિયલ એમ્પ્લોયમેન્ટ એક્ટ અંતર્ગત કાપડ ઉદ્યોગમાં શુર કરવામાં આવી હતી.

નોટિફિકેશન અનુસાર હવે તમામ સેક્ટરને છૂટ આપવામાં આવી છે. તેથી કાયદામાં એપેરલ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ફિક્સ્ડ ટર્મ એમ્પ્લોયમેન્ટની જગ્યાએ એપેરલ મેન્યુફેક્ચરિંગ સેક્ટર શબ્દ કાઢીનાખી ફિક્સ્ડ ટર્મ એમ્પ્લોયમેન્ટ શબ્દ રાખવામાં આવશે.જેનો મતલબ થશે કે બધા જ સેક્ટરનો આમાં સમાવેશ છે.

(7:02 pm IST)
  • અફઘાનીસ્તાનના પાટનગર કાબુલમાં યુનિર્વસીટી નજીક કાર બોંબ બ્લાસ્ટઃ ૨૬ના મોત : અફઘાનિસ્તાના કાબુલમાં આત્માઘાતી કાર બોંબ બ્લાસ્ટમાં ૨૫ના મોત, ૧૮ ઈજાગ્રસ્તઃ કાબુલ યુનિ. અને અલી અબાદ હોસ્પિટલ પાસે થયો બ્લાસ્ટઃ નવુ વર્ષની થઈ રહી હતીઃ ઉજવણી access_time 4:47 pm IST

  • દિલ્હી અને એનસીઆર ઉપર જોરદાર વાદળા ઘેરાયાઃ વરસાદની અને પવન ફુંકાવાની આજે પુરી સંભાવનાઃ જો કે આવતીકાલ સુધીમાં હવામાન ચોખ્ખુ થઈ જવા આગાહી access_time 12:52 pm IST

  • સોનિયા ગાંધીના સ્થાપિત ટ્રસ્ટ સહિત ૪૨ એનજીઓ વિરૂદ્ધ તપાસનો ધમધમાટ : વિદેશોમાંથી ફંડ મેળવવા અંગે : સોનિયા ગાંધી સ્થાપિત રાજીવ ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સહિત ૪૨ એનજીઓ વિરૂદ્ધ વિદેશોમાંથી ફંડ મેળવવા અંગે તપાસ ચાલુ થઈ છેઃ લોકસભામાં માહિતી આપતા રાજયકક્ષાના ગૃહમંત્રી કિરણ રિજ્જુ access_time 3:40 pm IST