Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

અવિશ્વાસ પ્રસ્તાવઃ વિપક્ષની એકતાનું સૂરસૂરીયુઃ સંસદ ઠપ્પ

બંને ગૃહો સ્થગિતઃ બંને ગૃહોમાં સાંસદોની ધમાલઃ વાઇએસઆર - ટીડીપીની યોજના નિષ્ફળ

નવી દિલ્હી તા. ૨૧ : ટીડીપીના સાંસદોએ આજે પણ સંસદમાં ગાંધીજીની પ્રતિમા સામે દેખાવો કર્યા. આંધ્રપ્રદેશ માટે વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ અંગે આ દેખાવો કર્યા. ઉલ્લેખનીય છે કે, લોકસભામાં આજે પણ અવિશ્વાસ પ્રસ્તાવ રજુ કરી શકાયો નહી. રાજ્યસભા અને લોકસભા બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વાઇએસઆર કોંગ્રેસ અને તેલુગુદેશમ પક્ષના સાંસદોએ લોકસભામાં હોબાળો ગઇકાલે પણ ચાલુ જ હતો. જેના કારણે લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. બીજી બાજુ અનેક પક્ષોનું વલણ અવિશ્વાસ પ્રસ્તાવના સમર્થન અંગે સ્પષ્ટ નથી. અત્યાર સુધીમાં સાંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ અંગે વાઇએસઆર કોંગ્રેસ અને તેલુગુદેશમ પક્ષની યોજના નિષ્ફળ ગઇ છે. આજે પણ બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરાઇ છે.

(4:14 pm IST)