Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

૩૧ માર્ચ સુધીમાં એસોસિએટ બેંકોના દરેક ગ્રાહકો નવી ચેકબુક મેળવી : SBI

નવી દિલ્હી તા. ૨૧ : ભારતીય સ્ટેટ બેંકએ એક વખત ફરીથી એસોસિએટ બેંકોના ગ્રાહકોને યાદ કરાવ્યું છે કે એમને બેંકોની ચેકબુક ૩૧ માર્ચ સુધી બદલી નાંખવી જોઇએ. એસબીઆઇએ કહ્યું છે કે ૩૧ માર્ચ સુધી એસોસિએટ બેંકોના દરેક ગ્રાહકો એ નવી ચેકબુક મેળવી લે.

હકીકતમાં ગત વર્ષે ૫ એસોસિએટ બેંકોનો એસબીઆઇમાં વિલય કરવામાં આવ્યો હતો. એપ્રિલ ૨૦૧૭માં સ્ટેટ બેંક ઓફ બીકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ, સ્ટેટ બેંક ઓફ મૈસૂર, સ્ટેટ બેંક ઓફ પટિયાલા. સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર અને ભારતીય મહિલા બેંકનું એસબીઆઇમાં વિલય કરી દેવામાં આવ્યો છે.ઙ્ગજો તમારું ખાતું આ બેંકમાં છે, તો તમારે ૩૧ માર્ચ સુધી એસબીઆઇની નવી ચેકબુક લેવી જરૂરી છે. આ કામની તારીખ બેંક ત્રણ વખત વધારી ચુકયું છે.

સૌથી પહેલા એસબીઆઇએ ૩૦ સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો હતો. ત્યારબાદ આ સમયસીમાને વધારીને ૩૧ ડિસેમ્બર કરી દેવામાં આવ્યો હતો. જો કે ગ્રાહકોની પરેશાનીને જોતા એને ૩૧ માર્ચ કરી દેવામાં આવી હતી.

હવે જો તમે ૩૧ માર્ચ બાદ પણ નવી ચેકબુક લેતા નથી તો તમારા માટે નાણાંકીય લેણદેણ કરવાની મુશ્કેલ થઇ જશે. એનાથી તમારા બેંકથી જોડાયેવા કામ પતાવવાની સમસ્યા આવી શકે છે.

(3:59 pm IST)