Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

સુપ્રીમના નિર્ણય બાદ દેશમાં બની પ્રથમ લિવિંગ વિલ

વકીલે રજીસ્ટર કરાવી ઇચ્છા મૃત્યુની વસીયતઃ ઇચ્છા મૃત્યુ પર સુપ્રીમની ગાઇડલાઇન પછી પ્રથમ નિર્ણય

નવી દિલ્હી તા. ૨૧ : ઉત્તરપ્રદેશમાં કાનુપરના કિદવઇ નગરમાં રહેતાં વકીલ શરદકુમાર ત્રિપાઠી (૩૫)એ રજીસ્ટ્રી ઓફિસમાં ઈચ્છા મૃત્યુની વસિયત રજીસ્ટર કરાવી છે. વસિયતમાં વકીલે પોતાના જૂનિયર વકીલ અમિતેશ સિંહને અધિકાર આપ્યો છે કે તેઓ ભવિષ્યમાં કોઈપણ અપ્રિય સ્થિતિમાં તેમના જીવન સાથે સંબંધિત કોઈ ફેંસલો લઈ શકે. ઈચ્છમૃત્યુ પર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પછી આ લિવિંગ વિલ દેશમાં સંભવીત પહેલો નિર્ણય છે.

 ઈચ્છામૃત્યુ અંગે સુપ્રીમ કોર્ટના ફેંસલા બાદ શરદકુમાર ત્રિપાઠી પૂરાં દસ્તાવેજો અને જૂનિયર વકીલ અમિતેશ સિંહ સેંગરની સાથે રજીસ્ટ્રી ઓફિસ પહોંચ્યા હતા. જયાં લિવિંગ વિલ વાળી તેમની અરજી જોઈ અધિકારીઓ પરેશાન થઈ ગયા. આવો કોઈજ વિકલ્પ ન મળ્યાં બાદ તેઓએ લિવિંગ વિલની પહેલાં પાવર ઓફ અર્ટોની જોડ્યું. જે બાદ તે અંગેની રજીસ્ટ્રી થઈ હતી.

 શરદના પરિવારમાં પત્ની અને બે બાળકો ઉપરાંત વૃદ્ઘ માતા-પિતા છે. તેમ છતાં તેને પોતાના જૂનિયરને આ પ્રકારનો કાયદાકીય હક આપ્યો છે. આ સવાલના જવાબમાં શરદે કહ્યું કે, 'પરિવારના લોકો સંકટ અને મોહની સ્થિતિમાં સટીફ ફેંસલો લેવામાં અસમર્થ થઈ જાય છે. એવામાં કોઈ સમજદાર વ્યકિત જ નિર્ણયક ફેંસલો લઈ શકે છે.'

 ૧૦ માર્ચે સુપ્રીમ કોર્ટે ઈચ્છામૃત્યુ પર એક મહત્વનો ફેંસલો સંભળાવ્યો હતો. કહ્યું કે કોમામાં જઈ ચુકેલા કે મોતના દ્વારે ઉભેલાં લોકો માટે Passive Euthanasia અને ઈચ્છામૃત્યુ માટે લખવામાં આવેલી વસિયત કાયદાકીય રીતે માન્ય હશે. આ સંબંધે કોર્ટે ડિટેઈલ ગાઈડલાઈન જાહેર કરી છે.

વિલ બનાવવાની પ્રક્રિયાઃ વિલ બે સાક્ષીઓની હાજરીમાં બનશે. જેને ફર્સ્ટકલાસ જયૂડિશિયલ મેજીસ્ટ્રેટ પ્રમાણિત કરશે. તેની ૪ કોપી બનશે. એક પરિવારની પાસે અને બાકી જયૂડિશિયલ મેજીસ્ટ્રેટ, ડિસ્ટ્રિકટ જજ અને નગર નિગમ કે નગર પંચાયત કે ગ્રામ પંચાયત પાસે રહેશે.

 અમલની પ્રક્રિયાઃ બિમારી ઈલાજ વગરની હોવાથી ઈચ્છામૃત્યુ આપી શકાય, પરંતુ તે માટે પરિવારની મંજૂરી જરૂરી રહેશે. પરિવારને પોતાના રાજયમાં હાઈકોર્ટમાં ઈચ્છામૃત્યુની અરજી લગાવી પડશે. કોર્ટ મેડિકલ બોર્ડ ગઠિત કરે છે જેની અનુમતિ મળ્યાં પછી કોર્ટ લાઈફ સપોર્ટ સિસ્ટમ હટાવવાના આદેશ આપે છે.

 ઈચ્છામૃત્યુના દુરુપયોગને રોકવા માટે કોર્ટે કેટલીક શર્તો પણ રાખી છે. કોઈ એવી વ્યકિતની લાઈવ વિલને લઈને પૂરી તપાસ થશે, જેને સંપત્ત્િ। કે વારસામાં કોઈ લાભ થવાનો હોય. આ તપાસ રાજય સરકાર સ્થાનિક પ્રશાસન દ્વારા કરાવશે.

(12:59 pm IST)