Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

હવે રેખાની રાજ્યસભા સીટ માટે સ્પર્ધા : અક્ષય મેદાનમાં

અક્ષય કુમાર, જુહી ચાવલા ચૌહાણ દાવેદાર : રાષ્ટ્રપતિ તરફથી પસંદ કરવામાં આવેલી ૧૨ હસ્તીઓની રાજ્યસભાની અવધિ એપ્રિલ મહિનામાં પરિપૂર્ણ કરાશે

નવ દિલ્હી,તા. ૨૧ : કલા, સંસ્કૃતિ અને સમાજસેવાના ક્ષેત્રમાં યોગદાન આપી ચુકેલા અને રાજ્યસભા માટે રાષ્ટ્રપતિ દ્વારા પસંદગી કરવામાં આવેલા ૧૨ સભ્યોની અવધિ એપ્રિલ મહિનામાં પૂર્ણ થઇ રહી છે. સંજોગની વાત તો એ છે કે ૧૨ હસ્તીઓની અવધિ પૂર્ણ થાય બાદ તેમની જગ્યાએ કોણ રહેશે તે અંગે ચર્ચા છેડાઇ ગઇ છે. સદાબહાર અભિનેત્રી રેખાની રાજ્યસભા સીટ માટે જોરદાર સ્પર્ધા છે. આના માટે અક્ષય કુમાર, જુહી ચાવલા અને ગજેન્દ્ર ચૌહાણના નામ સપાટી પર છે. આ ૧૨ હસ્તીઓ પૈકી ત્રણ મુંબઇમાં રહે છે. કારોબારી અનુ આગા, ક્રિકેટ ખેલાડી સચિન તેન્ડુલકર અને ફિલ્મ અબિનેત્રી રેખા મુંબઇમાં રહે છે. આ તમામન સીટો પર જગ્યા પાકી કરવા માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના લોકો વચ્ચે સીધી સ્પર્ધા ચાલ રહી છે. ગૃહમાં હાજરીના સૌથી ખરાબ રેકોર્ડ ધરાવતી રેખાન છ વર્ષન અવધિ પૂર્ણ થઇ ચુકી છે. રેખાની સીટ પર કોણ ફિલ્મ સ્ટાર બાજી મારશે તેના પર ચર્ચા છે. ભાજપના ટોપના સુત્રોએ કહ્યુ છે કે રાજ્યસભામાં ખાલી થયેલી રેખાની સીટ હાંસલ કરવા માટે કેટલીક ફિલ્મી હસ્તીઓ દ્વારા હાઇ કમાન્ડ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. કેટલાક દાવેદારોએ તો મોટા પ્રધાનોના માધ્યમથી અપીલ કરાવી છે. હાલમાં આ સીટ માટે અક્ષય કુમાર, ગજેન્દ્ર ચૌહાણ અને જુહી ચાવલાના નામ સપાટી પર આવી રહ્યા છે. સલમાન ખાનના પિતા સલીમ ખાન, વિવેક ઓબેરોયના પિતા સુરેશ ઓબેરોય અને વહીદા રહેમાન, આશા પારેખ અને મધુર ભંડારકરના નામ પણ સપાટી પર આવી રહ્યા છે. વડાપ્રધાનના જુદા જુદા અભિયાન સાથે જોડાયેલા અક્ષય કુમાર પણ દાવેદારો પૈક એક છે.

(4:19 pm IST)