Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

માહિતી અધિકાર હેઠળની મહતમ અરજી ફી રૂ. ૫૦ નક્કી કરાઇ

સુપ્રીમનો આદેશઃ ફોટો કોપી માટે રૂ. પ ચૂકવવા પડશે

નવી દિલ્હી તા. ૨૧ : સુપ્રીમકોર્ટે માહિતી અધિકાર હેઠળ કરાતી અરજીઓ માટે મહતમ ફી ૫૦ રૂપિયા નક્કી દીધી છે. કોર્ટે ફોટો કોપી માટે પણ પાનાદીઠ પ રૂપિયાની મર્યાદા નક્કી કરી છે. આ આદેશ બધી  સંસ્થાઓ, વિધાનસભાઓ, હાઇકોર્ટ અને સરકાર તેમજ સ્વાયત સ્થાનિક સ્વરાજયની સંંસ્થાઓને લાગુ થશે. જે આરટીઆઇના દાયરામાં આવે છે.

 જસ્ટીસ આદેશકુમાર ગોયલ અને જસ્ટીસ યુ. યુ. લલિતની બેન્ચે ઘણી હાઇકોર્ટ અને છતીસગઢ વિધાનસભા  દ્વારા આરટીઆઇ અરજીની વધુ ફી લેવાના વિરોધમાં કોમન કોઝ દ્વારા રજુ કરાયેલી અરજી પર આ આદેશ આપ્યો છે.

 ૨૦૧૧માં છતીસગઢ વિધાનસભાએ આરટીઆઇ અરજીની ફી ૫૦૦ રૂપિયા કરી દીધી હતી. આ ફી ડિસેમ્બર ૨૦૧૬માં ઘટાડીને ૩૦૦ રૂપિયા કરાઇ હતી. (૩.૧)

(11:44 am IST)