Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

'ટીબી'ની જાણકારી છૂપાવનારા ડોકટરો-કેમીસ્ટો જેલ ભેગા થશે

નવી દિલ્હી :. પ્રથમ વખત જ દેશભરમાં ડોકટરો-હોસ્પિટલ સત્તાવાળાઓ, કેમીસ્ટ અને ડ્રગીસ્ટ દ્વારા ટી.બી. (ટયુબરકયુલોસિસ)ના દર્દની જાણકારી સત્તાધીશો સમક્ષ જાહેર નહિ કરાય તો તેમને જેલ સજા થઈ શકશે. મંગળવારે કેન્દ્રના આરોગ્ય વિભાગે બહાર પાડેલ એક જાહેરનામામાં કહ્યુ છે કે લોકલ પબ્લિક હેલ્થ સ્ટાફ અને નોડલ ઓફિસરોને ટીબીના દર્દીઓ અંગે જાણ કરવામાં નિષ્ફળ જનાર કલીનીક-સંસ્થાઓએ ૬ મહિનાથી ૨ વર્ષની જેલ સજા થઈ શકે તેવી જોગવાઈ (નેગ્લીજન્ટ એકટના સેકસન ૨૬૯ હેઠળ) કરવામાં આવેલ છે

 

(11:44 am IST)