Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

લોકસભા સહિત કર્ણાટક,રાજસ્થાન,મધ્યપ્રદેશની ચૂંટણી રોકવા અરજીની સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટનો નનૈયો

જય મહાભારત પાર્ટીએ પોતાને દેશમાં ચૂંટણી ચિન્હ ના ફાળવાઈ ત્યાં સુધી ચૂંટણી પણ રોક લગાવવા અરજી કરી હતી

નવી દિલ્હી :આગામી લોકસભા ચૂંટણી અને કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી અટકાવવા માંગણી કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે       

  જય મહાભારત પાર્ટીના અધ્યક્ષ વિષ્ણુ પ્રભુએ સુપ્રીમ કોર્ટમાં માંગણી કરી હતી કે તેમની પાર્ટી જય મહાભારત પાર્ટીને આખા દેશમાં એક ચૂંટણી ચિન્હ પણ આપવામાં આવે. જ્યાં સુધી તેમની અરજી પર ચુકાદો આવે નહીં.ત્યાં સુધી લોકસભાની 2019ની ચૂંટણી,કર્ણાટક, રાજસ્થાન અને મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પર રોક સહીત અન્ય વિધાનસભા ચૂંટણીઓ પર પણ રોક લગાવવામાં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ તેમનો વિષય નથી કે કોઈ રાજકીય પાર્ટીને તેઓ ચૂંટણીચિન્હ આપે. સુપ્રીમ કોર્ટે અરજદારને જણાવ્યું છે કે તેઓ હાઈકોર્ટ જાય.

(12:00 am IST)