Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

પોસ્ટ ઓફિસને કોર્પોરેટ લુક અપાશે :મહિલા ટપાલી હવે પોસ્ટપર્સન કહેવાશે :મહિલાકર્મીને કારણે મળ્યું નવું નામ

ડિલિવરી સિસ્ટમ આઉટસોર્સ કરે તો પોસ્ટતંત્રને થાય માતબર કમાણી : દેશમાં 18 હજારથી વધુ પોસ્ટ ઓફિસને વન સેન્ટર તરીકે પ્રસ્થાપિત કરાશે

નવી દિલ્હી :દેશની પોસ્ટ ઓફિસને નવો કોર્પોરેટ લુક અપાશે હવે મહિલાઓ પણ પોસ્ટમેન જેવી ફરજ બજાવવા લાગી છે ત્યારે મહિલા ટપાલી ઘરે ટપાલ આપવા આવે તો શું તેને પોસ્ટમેન કહીશુ? આ સવાલને પગલે હવે પોસ્ટમેનનું હોદ્દાનુ્ં નામ બદલીને પોસ્ટપર્સન રખાયું છે એક મહિલા પોસ્ટમેને આ વિશે સૂચન આપ્યું હતું. આ સૂચનને સંસદની એક કમિટીએ તાર્કિક માનતા સ્વીકાર્યું અને પોસ્ટલ ડિપાર્ટમેન્ટને તરત જ બદલાવ કરવાનું કહ્યું હતું. 

   સૂત્રોના જણાવ્યા મુજબ પ્રસ્તાવથી પોસ્ટલ ડિપાર્ટમેન્ટ પણ સહમત છે. આ પદનું નામ બદલવા માટે ઔપચારિકતા કરવામાં આવી રહી છે.આ પછી પોસ્ટમેનનું પદ પોસ્ટપર્સન કરવામાં આવશે. આ સાથે જ મહિલાઓને પણ પ્રતિનિધિત્વ આપવામાં આવશે.સૂત્રોના જણાવ્યા અનુસાર પોસ્ટ ઓફિસને કોર્પોરેટ અંદાજમાં રજૂ કરવામાં આવશે. 

   સંસદની કમિટિએ પોસ્ટલ ડિપાર્ટમેન્ટને મોર્ડન રીતે રી-લોન્ચ કરવાની સલાહ આપી છે અને બદલામાં જરૂરત મુજબ વન સેન્ટરના રૂપમાં સ્થાપિત કરવાનું કહ્યું છે. જ્યાં દરેક જરૂરી સુવિધાઓ મળી શકે. આ સાથે જ ઈકોમર્સમાં છેલ્લા 3 વર્ષમાં જે ગ્રોથ થયો છે. તેને વધુ ઝડપી બનાવવાની સલાહ આપી છે. 

   સરકારના રડાર પર ઈકોમર્સ કંપનીઓ છે. જે ડિલિવરી સિસ્ટમના અભાવે અંતરિયાળ ગામડાઓમાં પોતાની પ્રોડક્ટ પહોંચાડી શકતા નથી. આથી સરકારનો તર્ક છે કે જો તે પોતાની ડિલિવરી સિસ્ટમ આઉટસોર્સ કરે તો પોસ્ટલ ડિપાર્ટમેન્ટને પણ માતબર કમાણી થઈ શકે છે. દેશમાં 18 હજાર કરતાં વધારે પોસ્ટ ઓફિસને વન સેન્ટર તરીકે પ્રસ્થાપિત કરવામાં આવશે. 

  બીજી તરફ રિપોર્ટ અનુસાર પોસ્ટલ ડિપાર્ટમેન્ટની મહત્વાકાંક્ષી યોજના માય સ્ટેમ્પ પ્રત્યે પણ લોકોએ ખાસ રસ દાખવ્યો નહોતો. આ સ્કિમ લોન્ચ થયાના ચાર વર્ષ પછી પણ પોસ્ટલ ડિપાર્ટમેન્ટને અત્યાર સુધીમાં 2 કરોડ 67 લાખ રૂપિયાની કમાણી કરી છે. આ સ્કિમ હેઠળ કોઇપણ વ્યક્તિ 300 રૂપિયા આપીને પોતાના નામનો સ્ટેમ્પ લઈ શકે છે

(12:00 am IST)
  • સિંગર અલકા યાજ્ઞિક આજે પોતાનો 52મો જન્મદિવસ ઉજવી રહી છે. અલકાનો જન્મ કલકત્તાના એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. અલકાએ પોતાના માતા શુભા યાજ્ઞિક પાસેથી શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ કર્યો હતો. અલકાએ 1989માં નીરજ કપૂર સાથે લગ્ન કર્યા, પરંતુ તે પાછલા 25 વર્ષથી પતિથી અલગ રહે છે. બન્ને વચ્ચે કોઈ મતભેદ કે ઝઘડો નથી, પણ પોતાના કામને કારણે તેમણે આ નિર્ણય લીધો છે. access_time 1:49 am IST

  • ભારે કરી.... નિદાહાસ ટ્રોફીની ફાઈનલ મેચમાં ભારત સામે બાંગ્લાદેશનો પરાજય થયો હતો. વલસાડ તાલુકાનાં વાંકલ ગામે રહેતા નિવૃત્ત શિક્ષક પ્રવીણભાઈ બાબરભાઈ પટેલ રવિવાર રાત્રે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની નિદાહાસ ટ્રોફીની ફાઈનલ મેચ પત્ની સાથે નિહાળી રહ્યા હતાં. છેલ્લા બોલે છગ્ગો ફટકારતા જ પ્રવિણભાઈનું હ્રદય હુમલો થયો, હોસ્પિટલે જતા રસ્તામાં જ કાળ ભેટી ગયો હતો. access_time 1:49 am IST

  • મનમર્જીયા ફિલ્મના ૨ ફોટા સોશ્યલ મીડીયા ઉપર મૂકાયા : અનુરાગ કશ્યપની ફિલ્મ 'મનમર્જીયા'ની અભિનેત્રી તાપસી પન્નુએ ૨ ફોટા સોશિયલ મિડીયા ઉપર શેર કર્યા : એકમાં પોતે વિકી કૌશલના ખભે બેસવાનો આનંદ વ્યકત કરતી તથા બીજામાં અભિષેક પાઘડી પહેરેલો દર્શાવ્યો access_time 3:42 pm IST