Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

હવે ટ્રેનની ટિકિટ સાથે OLA કેબ પણ બુક કરાવી શકાશે :IRCTC દ્વારા છ મહિના માટે કરાયો કરાર

રેલ યાત્રી ઓલાની એપ અથવા IRCTCના આઉટલેટ પર જઇને કેબ બુક કરાવી શકે છે

નવી દિલ્હી :હવે ટ્રેનની ટિકિટ સાથે રેલયાત્રીઓ OLA  કેબ પણ બુક કરાવી શકશે ભારતીય રેલવે દ્વારા પ્રવાસીઓ માટે આ સુવિધાઓ  અપાઈ છે જેના કારણે હવે રેલયાત્રી ઇન્ટરનેટ અને એપ પર ટિકિટ બુક કરાવવાની સાથે OLA કેબ માટે પણ બુકિંગ કરી શકાશે. તેનાથી યાત્રી ઘરેથી સ્ટેશન અને ટ્રેનમાંથી ઉતર્યા બાદ સ્ટેશન પરથી ઘરે અથવા હોટલ પર જવા માટે સરળતાથી ટેક્સી બુક કરાવી શકશે.

   ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝન કોર્પોરેશને હાલ 6 મહિના માટે કરાર કર્યો છે આ કરાર અનુસાર રેલ યાત્રી આઇઆરસીટીસી કનેક્ટ એપ અથવા વેબસાઇટ પર જઇને પોતાની કેબ બુક કરાવી શકશે. રેલ યાત્રી ઓલાની એપ અથવા IRCTCના આઉટલેટ પર જઇને કેબ બુક કરાવી શકે છે.

   આઇઆરસીટીસીએ આ અંગે જણાવ્યું કે યાત્રી એક અઠવાડિયા પહેલા પોતાની કેબ એડવાન્સમાં બુક કરાવી શકે છે. યાત્રી માઇક્રો, મીની, ઑટો, શેર વગેરે તમામ પ્રકારની કેબ બુક કરી શકશે. પરંતુ અહીં મોબાઇલ એપ દ્વારા બુકિંગ કરવા પર કોઇપણ પ્રકારનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે નહિ

(12:00 am IST)