Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

લિંગાયત બાદ વોક્કાલિગા: કર્ણાટકમાં રાહુલ ગાંધીની રણનીતિ

સરકારે 15 અમીર લોકોનું 2,5 લાખ કરોડનું દેવું માફ કર્યું પણ ખેડૂતો માટે પૈસા નથી :રાહુલના કેન્દ્ર પર પ્રહાર

 

બેંગ્લુરુ : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 20 માર્ચથી બે દિવસના કર્ણાટકના પ્રવાસની શરૂઆત કરી હતી વખતે કોંગ્રેસ અધ્યક્ષનું ફોક્સ દક્ષિણી કર્ણાટક અને મલનાડના વોક્કાલિગા કોમ્યુનિટીના પ્રભાવવાળી વિસ્તારો પર રહેશે. કોમ્યુનિટી કર્ણાટકના રાજકારણમાં લિંગાયત જેવો દબદબો રાખે છે. કર્ણાટકના 224માંથી 25 ટકા ધારાસભ્યો કોમ્યુનિટીના છે.

 રાહુલે એક રેલીમાં કહ્યું કે કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારે ખેડૂતોનું 8 હજાર કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું હતું રાહુલ ગાંધી ઉડુપીના નારાયણ ગુરુ મંદિરમાં દર્શન માટે પહોંચ્યા હતા

 રાહુલ ગાંધીએ કહ્યું, છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભાજપ સરકારે 15 અમીર લોકોનું 2.5 લાખ કરોડનું દેવું માફ કરી દીધું હતું. જ્યારે ખેડૂતોની દેવા માફીની વાત કરવામાં આવે છે ત્યારે મોદીજી અને નાણાપ્રધાન કહે છે કે તેમની પોલિસી નથી. સિદ્ધારમૈયાજી અને કર્ણાટકની કોંગ્રેસ સરકારે ખેડૂતોનું 8 હજાર કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું છે .

(12:00 am IST)