Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

હવે પુરુષો પણ ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ કરી શકશે :ગોળીને DMAU નામ અપાયું :નવી શોધ

 

નવી દિલ્હી ;હવે કુટુંબ નિયોજન માટે મહિલાઓની જેમ પુરુષો પણ ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ કરી શકશે સંશોધનકર્તાઓએ પરીક્ષણમાં ''મેલ પિલ''ને સુરક્ષિત અને અસરકારક જણાવી છે. ગોળીને DMAU નામ આપવામાં આવ્યું છે. અમેરિકાના વોશિંગ્ટન યુનિવર્સિટીમાં મેડિસિનના પ્રોફેસર સ્ટેફની પેજ અનુસાર મહિલાઓની ગર્ભનિરોધક ગોળીઓની જેમ DMAU પણ પુરુષ હોર્મોન જેવા કે ટેસ્ટોસ્ટેરોન અને પ્રોજેસ્ટિનની ક્રિયાને સંયુક્ત કરે છે...

ગોળી પ્રતિદિવસે એક લેવી પડશે. તેમને કહ્યું, કેટલાક પુરૂષોનું કહેવું છે કે, તેઓ ઈન્જેક્શન અથવા અન્ય ઉપાયોની જગ્યાએ ગર્ભનિરોધકના રૂપમાં પ્રતિદિવસની એક ગોળી ખાવાની પસંદ કરીશું. સંશોધનકર્તાઓએ 18થી 50 વર્ષના લગભગ 100 હેલ્થી પુરૂષોના ત્રણ સમૂહો પર ડીએમએયૂનું પરીક્ષણ કર્યું. સમૂહોને 100, 200 અને 400 એમજીનું ભોજન કરાવવામાં આવ્યું. પરીક્ષણના પ્રથમ અને અંતિમ દિવસે હોર્મોન અને કોલેસ્ટ્રોલના સ્તરને માપવા માટે લોહીના નમૂના લેવામાં આવ્યા. 400 એમજી ખોરાક લેનાર સમૂહના ટેસ્ટોસ્ટેરોન અને શુક્રાણુ બનાવે તેવા બે હોર્મોન્સના સ્તરમાં ઘણો ઘટાડો નોંધાવ્યો હતો.

(12:00 am IST)
  • આવી રહેલ હવાના દબાણને લીધે દક્ષિણ અને આંતરિક તામિલનાડુ, કેરળ, કર્ણાટક અને કોંકણ-ગોવાના ભાગોમાં સારો વરસાદ પડશે access_time 12:52 pm IST

  • 'વો કૌન થી'ના રીમેકમાં ઐશ્વર્યા રાય અને શાહિદ, સાધના - મનોજકુમારના રોલમાં : ૧૯૬૪ની સાલની લોકપ્રિય ફિલ્મ ''વો કૌન થી''ની રિમેકમાં સાધનાનો રોલ ઐશ્વર્યા રાય તથા મનોજકુમારનો રોલ શાહીદ કપૂર ભજવશે access_time 3:41 pm IST

  • રાજસ્થાનના પાલીમાં ગણગૌર પુજન માટે લાખોટીયા તળાવ સ્થિત સિરેઘાટ ઉપર બેડા લઈને પાણી ભરવા આવેલ મહીલાઓ તસવીરમાં દર્શાય છે. access_time 3:43 pm IST