Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

ચાર્જિંગમાં લગાવીને વાત કરતી વખતે મોબાઇલમાં વિસ્‍ફોટ થતા યુવતિનું મોત

ભુવનેશ્વરઃ ઓડિશાના ખેરિયાકા ગામમાં ચાર્જિંગમાં લગાવીને મોબાઇલ ઉપર વાત  કરી રહેલ યુવતિનું મોબાઇલમાં વિસ્‍ફોટ થવાથી મોત નિપજ્યું છે.

આ ઘટના ઝારસુગુડા જિલ્લાના ખેરિયાકાની ગામની છે. અહીં મોબાઇલને ચાર્જિંગમાં લગાવીને વાત કરી રહેલી ઉમા ઉરાવની ફોનમાં અચાનક થયેલા વિસ્ફોટ થતાં મોત નિપજ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે મોબાઇલમાં વિસ્ફોટ થતાં જ આગ લાગી ગઇ અને ઓરડામાં ધુમાડો ફેલાઇ ગયો. ઘટનામાં ઉમા ગંભીર રીતે દાઝી ગઇ હતી અને તે બેભાન થઇ ગઇ હતી. પરિવારજનોએ યુવતીને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

પોલીસે કેસ દાખલ કરીને યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે નોકિયા 5233 મૉડલમાં બ્લાસ્ટ થયો છે. આ અંગે એચએમડીએ હાથ ઉચાં કરી લીધાં છે. કંપનીનું કહેવું છે કે તેમણે નોકિયાના આ મૉડલનો ફોન બનાવ્યા નથી કે વેચ્યો પણ નથી. જ્યારે આ મૉડલનો ફોન હજુ પણ દિગ્ગજ ઇ-કોમર્શ કંપનીઓ જેવી કે એમેઝોન અને ફ્લિપકાર્ટની સાઇટ પર વેચવામાં આવી રહ્યાં છે.

(6:37 pm IST)