Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

વિજયવાડા લેન્ડિંગ સમયે એર ઇન્ડિયાનું વિમાન વીજળીનાં થાંભલા સાથે અથડાયુ

વિમાનમાં રહેલા પાયલોટ સહિત તમામ 64 મુસાફરો સુરક્ષિત

આંધ્રપ્રદેશનાં વિજયવાડા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર લેન્ડિંગ કરતા સમયે એર ઇન્ડિયા એક્સપ્રેસનું વિમાન એક વીજળીનાં થાંભલા સાથે અથડાયુ હતુ. અહી સારી વાત એ રહી કે, વિમાનમાં રહેલા પાયલોટ સહિત તમામ 64 મુસાફરો સુરક્ષિત છે. એરપોર્ટ ડાયરેક્ટર જી.મધુસુદન રાવે આ અંગે માહિતી આપી હતી.

એર ઇન્ડિયાનાં પ્રવક્તાએ કહ્યું કે, એરલાઇને આ મામલે તપાસનાં આદેશ આપ્યા છે. અહેવાલો મુજબ વિમાન દોહાથી આવી રહ્યું હતું અને કંટ્રોલ ગુમાવવાને કારણે આ અથડાઇ ગયુ હતુ. વિમાનમાં યાત્રી કરનારા 19 મુસાફરો વિજયવાડા ખાતે ઉતરવાના હતા.

   આ ઘટના પછી તુરંત જ ફાયર બ્રિગેડનાં વાહનો અને એરપોર્ટ સુરક્ષા જવાનોને રન-વે પર મોકલી દેવામાં આવ્યા છે. વિમાનમાં સવાર તમામ મુસાફરોને તેમાંથી બહાર કાઠવામાં આવ્યા હતા અને આ મામલાની તપાસનાં આદેશ આપવામાં આવ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર આ ઘટનામાં કોઇ જાન હાની થઇ નથી.

(12:00 am IST)