Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

નસબંધીના ટાર્ગેટ પર કમલનાથ સરકાર ઘેરાઇઃ ઓર્ડર પરત લીધોઃ નિર્દેશકને હટાવ્‍યા

મધ્‍યપ્રદેશની કમલનાથ સરકાર નસબંધીને લઇ જારી કરવામા આવેલ ફરમાન પછી હોબાળો મચી ગયો છે. વિવાદ શરૂ થયા પછી રાજય સરકારએ ઓર્ડર પાછો લઇ લીધો. મધ્‍યપ્રદેશના  સ્‍વાસ્‍થય મંત્રી તુલસી સિલાવરએ કહ્યું કે રાજય સરકારએ ઓર્ડર પરત લઇ લીધો છે. આ સાથે જ સરકારએ ઓર્ડર જારી કરવાવાળી રાજયમાં નેશનલ હેલ્‍થ મિશનની નિર્દેશક છવિ ભારદ્રાજને પદથી હટાવી દીધી છે. એને રાજય સચિવાલયમાં વિશેષ ડયુટી ના રૂપમા નિયુકત કરવામાં આવેલ છે.

કમલથાન સરકાર દ્વારા જારી ઓર્ડરમાં સરકારના સ્‍વાસ્‍થય કર્મચારીઓને પુરુષોની નશબંધીને લઇ ટારગેટ આપ્‍યો હતો.  એમા કહેવામાં આવ્‍યુ છે કે જો તે ટારગેટને પુરો નહી કરી શકે તો એનો પગાર કાપવામાં આવશે અને અનિવાર્ય રીટાયરમેન્‍ટ આપવામાં આવશે.

રાજય સરકારના પરિવાર નિયોજન પ્રોગ્રામમાં પુરુષોની ભાગીદારી વધારવા માટે મેલ મલ્‍ટી પર્પસ હેલ્‍થ કર્મચારીને આ ફરમાન જારી કર્યુ.  આમા રાજય સરકારના સ્‍વાસ્‍થ્‍ય કર્મારીઓને દર મહિને પ થી ૧૦ પુરુષોની નશબંધીના ઓપરેશન કરવાનો ટાર્ગેટ આપ્‍યો.

(11:46 pm IST)
  • ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહને પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપના ઇન્ચાર્જ બનાવામાં આવે તેવી સંભાવના access_time 11:17 pm IST

  • વારિસ પઠાણના નિવેદનથી કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજયસિંહ તથા આર જે ડી નેતા તેજસ્વી યાદવ લાલઘૂમ : 15 કરોડ મુસ્લિમો 100 કરોડ હિંદુઓને ભારે પડશે તેવા નિવેદનના કારણે ધરપકડ કરવા માંગણી : AIMIM તથા ભાજપ એકબીજાના પૂરક છે : ધાર્મિક કટ્ટરવાદ ફેલાવી નફરત પેદા કરતા હોવાનું મંતવ્ય access_time 7:59 pm IST

  • તાજમહેલની મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પ દંપતિ સાથે આનંદીબેન પટેલ પણ રહેશેઃ ડોનાલ્ડ મેલાનિયા લેશે તાજમહેલની મુલાકાતઃ ૨૪ ફેબ્રુઆરીના ટ્રમ્પ બપોરબાદ આગ્રા જશેઃ ઉત્તરપ્રદેશના રાજ્યપલ આનંદીબેન પટેલ પણ સાથે રહેશેઃ ટ્રમ્પની સાથે મુખ્યમંત્રી યોગી પણ આનંદીબેન પટેલ સાથે જોડાશે access_time 11:56 am IST