Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

ઓમાનના મસ્‍કતમાં ફસાયેલા ભારતીય મજદૂરોને નથી મળતુ ખાવાનુ, નથી મળતુ વેતનઃ પી.એમ. મોદીને મદદ માટે અરજ

નવી દિલ્લીઃ  ઓમાનના મસ્‍કતમાં ફસાયેલ ૩૦ ભારતીય મજુરોએ પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીને મદદ માટે અપીલ કરી. આ તમામ મજુરોનુ કહેવુ છે કે તે ભારત પરત આવવા માગે છે. પ્રધાનમંત્રી અમને આમા મદદ કરે. આ લોકોનો આરોપ છે કે અહીં જે કંપનીમા આ લોકો કામ કરતા હતા ત્‍યાંથી એમને છેલ્લા છ મહીનાથી પગાર અને બાકી રકમ નથી મળી જેના કારણથી એમને ઘણી મુશ્‍કેલીઓનો સામનો કરવો પડે છે અને આ લોકો પરત ઘરે પણ નથી જઇ શકતા.

જયારે ઓમાનમા આવેલ ભારતીય દુતાવાસનુ કહેવુ છે કે આ મામલો હાલમાં જ અમારી સામે આવ્‍યો છે અમે આ મજુરોના સંપર્કમા છીએ. આ ઉપરાંત અમે ઓમાનના પ્રશાસનના પણ સંપર્કમા છીએ. કાનૂની સલાહ પણ લઇ રહ્યા છીએ. તમામ મજુરો ઝારખંડ, તામિલનાડુ, અને કેરળના છે. ઝારખંડના મુખ્‍યમંત્રી હેમંત સોરેનએ ટવિટર પર આ મજુરોની ઘર વાપશી માટે વિદેશમંત્રીની મદદ માંગી છે. આ તમામ મજુરોના પરીવારજનોને  ફોન કરી આ વાતની જાણકારી આપી છે. આ લોકોને ૭ મહીનાથી પગાર નથી મળ્‍યો. બંધક બનાવીને રાખ્‍યા છે. આ મજુરો ર૦૧૭ મા ઓમાન ગયા હતા. ર૪ કલાકમાં એક વખત ખાવાનુ આપે છે વેતન માંગવા પર ધમકી આપે છે.

(11:19 pm IST)