Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

પ્રધાનમંત્રીને મળ્‍યા પછી સોનિયા ગાંધીને મળ્‍યા સી.એમ. ઉદ્વવ અને આદિત્‍ય ઠાકરેઃ સીએએ, એનઆરસી, એનપીઆર પર ચર્ચાઁ

મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી ઉદ્વવ ઠાકરે શુક્રવારના પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીને મળ્‍યા. મહારાષ્‍ટ્રમાં મુખ્‍યમંત્રી પદનું દાયિત્‍વ સંભાળ્‍યા પછી રાષ્‍ટ્રીય રાજધાનીની ઉદ્વવની આ પ્રથમ યાત્રા છે.  પી.એમ. મોદીને અંતરીમ અધ્‍યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી  આ દરમ્‍યાન સૂત્રોએ કહ્યું કે ઘણા મુદા પર નેતાઓમા વાતચીત થઇ ચર્ચામા છે કે સીએમ ઠાકરે  અને સોનિયા ગાંધી સીએએ, એનઆરસી, એનપીઆર પર વાત કરી.

          મહારાષ્‍ટ્રમાં શિવસેના કોંગ્રેસ અને રાકાંપા મા ગઠબંધન છે ગઠબંધનમાં થોડા મુદાઓને લઇ દળોમાં અસહમતી છે. હાલમાં જ એનસીપી પ્રમુખ શરદ પવાર પાર્ટીની બેઠક કરી ચૂકયા છે. ભીમા કોરેગાવને લઇને પણ મતમતાંતર જોવા મળ્‍યા ઉદ્વવ ઠાકરે સાથે એમના પુ્‌ત્ર આદિત્‍ય ઠાકરે પણ પ્રધાનમંત્રીને મળ્‍યા. આદિત્‍ય રાજય સરકારમાં મંત્રી પણ છે. શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરેએ કોંગ્રેસ અંતરીમ અધ્‍યક્ષ સોનિયા ગાધી, ભાજપાના વરિષ્‍ઠ નેતા એલ.કે. અડવાણી અને કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પણ મુલાકાત કરી શિવસેનાએ ગઠબંધનથી અલગ થઇ કોંગ્રેસ, રાકાંપા સાથે મળી રાજયમાં સરકાર બનાવી.

(9:25 pm IST)