Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

કોરોનાનો કહેર: અર્થતંત્ર પર નેગેટિવ અસર શરુ : ચીન સહિત ગ્લોબલ જીડીપીમાં પણ થશે ઘટાડો

ચીને આ મહામારીની અસરથી અર્થતંત્રને ઉગારવા માટે વ્યાજદર પણ ઘટાડ્યા

નવી દિલ્હી : ચીનમાંકોરોના વાઇરસ ઇફેક્ટ જો જૂન બાદ પણ ચાલુ રહેશે તો ગ્લોબલ જીડીપી એક ટકા સુધી ગગડી શકે છે. ડન એન્ડ બ્રોડ સ્ટ્રીટના એક રિપોર્ટ અનુસાર કોરોના વાઇરસના સંક્રમણની ચીનના અર્થતંત્ર પર નકારાત્મક અસર વરતાવા લાગી છે.

ચીને આ મહામારીની અસરથી અર્થતંત્રને ઉગારવા માટે વ્યાજદર પણ ઘટાડ્યા છે. આ રિપોર્ટમાં એવી ચેતવણી આપી છે કે જો કોરોના વાઇરસ જૂન સુધીમાં કાબૂમાં નહીં આવે તો તેની નકારાત્મક અસરો વૈશ્વિક અર્થતંત્ર પર જોવા મળશે અને તેના કારણે ગ્લોબલ જીડીપીમાં એક ટકા સુધીનો ઘટાડો થઇ શકે તેમ છે.

ડન એન્ડ બ્રોડ સ્ટ્રીટે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે વૈશ્વિક અર્થતંત્રમાં ચીનનો મોટો હિસ્સો છે. ચીનમાં ૨.૨ કરોડ કંપનીઓ એટલે કે ચીનના આર્થિક પ્રવૃત્તિના ૯૦ ટકા હિસ્સો ધરાવતી કંપનીઓ એ જ વિસ્તારમાં છે જ્યાં કોરોના વાઇરસની સૌથી વધુ અસર છે. તેથી વૈશ્વિક સ્તરે પણ તેની અસર
જોવા મળશે.

(8:57 pm IST)