Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

સોનાના ભાવમાં આગઝરતી તેજી: બે દિવસમાં 2000નો તોતિંગ ઉછાળો : 44000ની નવી વિક્રમી સપાટી કુદાવી

એકધારા વધતા ભાવથી સુવર્ણકારોમાં ઘેરી ચિંતા : ઘરાકીને ફટકો પડશે : મોટી મંદીનો ભય: ચાંદીના ભાવમાં પણ તેજીની આગેકૂચ

રાજકોટ : સોનાના ભાવમાં છેલ્લા ત્રણેક દિવસથી આગ ઝરતી તેજી જોવાઈ રહી છે છેલ્લા બે દિવસમાં સોનાના ભાવમાં 10 ગ્રામે 2000નો તોતિંગ ઉછાળો નોંધાયો છે અને આ લખાઈ છે ત્યારે સોનાના ભાવે 44000ની સપાટી કુદાવી નવો વિક્રમ સર્જ્યો છે જીએસટી સાથે બિલમાં સોનુ 44125નો ભાવ બોલાયો હતો

  એકધારા વધતા ભાવથી સોનીબજાર સ્તબ્ધ બની છે અને કારીગરોમાં ઘેરી ચિંતામાં મુકાયા છે વધતા ભાવને કારણે કેટલાય ઓર્ડર કેન્સલ થવાનો પણ ખતરો મંડરાઈ રહ્યો છે અને ગ્રાહકીને પણ ફટકો પડશે તેમ મનાય રહયું છે

  છેલ્લા ત્રણેક દિવસથી સોનાના ભાવમાં તેજીની આગેકૂચ વચ્ચે છેલ્લા બે દિવસથી તોતિંગ ઉછાળો નોંધાતા સુવર્ણકારોમાં અફરાતફરી મચી જવા પામી છે જુના ઓર્ડર વેળાએ સોનાના ભાવમાં વધારો થતા કેટલાકને નુકશાની વેઠવાની પણ નોબત આવે તેવા સંજોગો બન્યાનું ચર્ચાઈ રહ્યું છે

 સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ તેજી જોવાઈ રહી છે ચાંદીના ભાવમાં પણ છેલ્લા તારનેક દિવસની તેજી બાદ આજે 48550ની સપાટી કુદાવી છે અને બિલમાં પેટીનો ભાવ 49000ની સપાટીએ પહોંચ્યો છે 

(8:51 pm IST)