Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિસ્તૃત ચર્ચા

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે પુત્ર આદિત્ય ઠાકરે પણ હતો

નવીદિલ્હી, તા. ૨૧ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી હતી. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળી લીધા બાદ ઉદ્ધવ ઠાકરેની પ્રથમ રાષ્ટ્રીય પાટનગર દિલ્હીની મુલાકાત હતી. મુખ્યમંત્રીની સાથે તેમના પુત્ર આદિત્ય ઠાકરે પણ હતા. આદિત્ય ઠાકરે હાલમાં કેબિનેટમાં પ્રધાન તરીકે છે. શિવસેનાના વડાએ મોડેથી કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, ભાજપના નેતા અડવાણી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ વાતચીત કરી હતી. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીપદની ખેંચતાણ બાદ ગયા વર્ષે શિવસેના અને ભાજપ વચ્ચેના સંબંધો બની ગયા હતા અને ઉદ્ધવ ઠકારેએ આઆશરે કંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકારની રચના કરી હતી. આજે વાતચીતમાં કયા મુદ્દે ચર્ચા થઇ તે સંદર્ભમાં માહિતી મળી શકી નથી પરંતુ રાજકીયરીતે વાતચીત ખુબ મહત્વની હતી. કારણ કે, ઉદ્ધવ ઠાકરે શરૂઆતથી કહેતા આવ્યા છે કે, મુખ્યમંત્રી બન્યા બાદ તેઓ  વડાપ્રધાનને મળશે.

(7:53 pm IST)