Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

કોરોના કેરઃ ગ્લોબલ જીડીપીમાં એક ટકાનો ઘટાડો થઇ શકે છે

ચીનના અર્થતંત્ર પર કોરોનાની નેગેટીવ અસર શરૃઃ ચીનને વ્યાજદર ઘટાડવા પડયા

નવી દિલ્હી તા. ર૧ : ચીનમાં શરૂ થયેલ મહામારી કોરોના વાઇરસ ઇફેકટ જો જૂન બાદ પણ ચાલુ રહેશે તો ગ્લોબલ જીડીપી એક ટકા સુધી ગગડી શકે છે. ડન એન્ડ બ્રોડ સ્ટ્રીટના એક રીપોર્ટ અનુસાર કોરોના વાઇરસનાં સંક્રમણની ચીનના અર્થતંત્ર પર નકારાત્મક અસર વરતાવ લાગી છે. ચીને આ મહામારીની અસરથી અર્થતંત્રને ઉગારવા માટે વ્યાજ દર પણ ઘટાડયા છે.આ રીપોર્ટમાં એવી ચેતવણી આપી છે કે જો કોરોન વાઇરસ જૂન સુધીમાં કાબૂમાં નહીં આવે તો તેની નકારાત્મક અસરો વૈશ્વિક અર્થતંત્ર પર જોવા મળશે અને તેના કારણે ગ્લોબલ જીડીપીમાં એક ટકા સુધીનો ઘટાડો થઇ શકે તેમ છે.

ડન એન્ડ બ્રોડ સ્ટ્રીટે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે વૈશ્વિક અર્થતંત્રમાં ચીનનો મોટો હિસ્સો છે. ચીનમાં ર.ર કરોડ કંપનીઓ એટલે કે ચીનના આર્થિક પ્રવૃતિના ૯૦ ટકા હિસ્સો ધરાવતી કંપનીઓ એ જ વિસ્તારમાં છે જયાં કોરોના વાઇરસની સૌથી વધુ અસર છે. તેથી વૈશ્વિક સ્તરે પણ તેની અસર જોવ મળશે.

(3:46 pm IST)