Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

દરરોજ એક પુરૂષની નસબંધી કરો : મધ્યપ્રદેશ સરકારનું વિચિત્ર ફરમાન

કમલનાથ સરકારે પરિવાર નિયોજન પ્રોગ્રામમાં હેલ્થ વર્કર્સ માટે નવો આદેશ જાહેર કર્યો

નવી દિલ્હી તા. ૨૧ : મધ્યપ્રદેશની કમલનાથ સરકારે પરિવાર નિયોજન પ્રોગ્રામમાં પુરુષોની ભાગીદારી વધારવા માટે મેલ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર્સ માટે નવો આદેશ જારી કર્યેા છે.

આ આદેશમાં કહેવાયું છે કે જો પણ મેલ વર્કસર ૨૦૧૯-૨૦માં એક પણ પુરુષની નસબંધી કરાવી શકયો નથી તેને પગાર ચૂકવવામાં આવશે નહીં અને જેમને ચૂકવાઈ ગયો છે તે પણ પરત લઈ લેવાશે. આ વર્કરો ભવિષ્યમાં અપાયેલા ટાર્ગેટને પૂરો નહીં કરે તો તેને ફરજિયાત નિવૃત્તિ આપી દેવાશે.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણના રિપોર્ટ અનુસાર રાયમાં માત્ર ૦.૫ ટકા પુરુષોએ જ નસબંધી કરાવી છે.

રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણના રિપોર્ટનો હવાલો આપતાં રાયના રાષ્ટ્ર્રીય સ્વાસ્થ્ય મિશન (એનએચએમ)એ જિલ્લાધિકારીઓ, ચીફ મેડિકલ એન્ડ હેલ્થ ઓફિસરોને ઝીરો વર્ક આઉટપુટ આપનારા કર્મચારીઓની ઓળખ કરવા કહ્યું છે.

અધિકારીઓને કહ્યું છે કે નો વર્ક નો પેના સિદ્ઘાંત પર કામ કરવામાં આવે. વિભાગના પુરુષ કર્મીઓને પરિવાર નિયોજન પ્રોગ્રામ હેઠળ નસબંધીનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં અત્યારે સાત કરોડથી વધુની વસતી છે. પ્રદેશમાં ૨૫ જિલ્લા એવા છે યાંનો ટોટલ ફટિર્લિટી રેટ (ટીએફઆર) ત્રણથી વધુ છે યારે અહીંનો લયાંક ૨.૧છે. આવામાં દર વર્ષે છથી સાત લાખ નસબંધી ઓપરેશનના ટાર્ગેટ હોય છે પરંતુ ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૦ સુધી માત્ર ૩૩૯૭ પુરુષોની જ નસંબીધ થઈ છે. આવામાં મધ્યપ્રદેશ સરકારે કર્મચારીઓ માટે દર મહિને પાંચથી દસ પુરુષોની નસબંધીનું ઓપરેશન કરાવવું અનિવાર્ય કરી દેવાયું છે.

(3:41 pm IST)