Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

ગરીબોની સંખ્યા જાણવા સર્વે કરાવી રહી છે સરકાર

કોઇ કહે છે ૨૬.૯ કરોડ ગરીબ છે તો કોઇ કહે છે ૩૬.૩ કરોડ લોકો ગરીબી રેખા હેઠળ જીવે છે : સરકારે ૧૦ માપદંડ નક્કી કર્યા : જો તે હોય તો તે વ્યકિતને ગરીબ નહિ ગણાય

નવી દિલ્હી તા. ૨૧ : દેશમાં ગરીબોની સંખ્યા અંગેની માહિતી મેળવવા માટે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સ્તરે સર્વે શરૂ કર્યો છે. આ સર્વે દ્વારા દેશમાં ગરીબીનો આંકડો જરૂરી સુવિધાઓનો અભાવ અને સરકારી યોજનાની પહોંચ વિશે માહિતી મેળવવામાં આવશે. ગરીબી રેખાના આઇડિયાને ફગાવી દિધા બાદ આ સર્વે શરૂ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૪માં જ નરેન્દ્ર મોદી સરકારે તેમના પ્રથમ કાર્યકાળમાં સી.રંગરાજ કમિટિના રીપોર્ટને ફગાવી દીધો હતો. જેમાં ગરીબોની સંખ્યા તેંડુલકર કમિટિની સરખામણીએ ૧૦ કરોડથી વધુ ગણાવામાં આવી હતી.

સૂત્રોના હવાલાથી તેમના રીપોર્ટમાં જણાવ્યું છે કે, આંકડાકીય મંત્રાલયે ફીલ્ડ વર્ક શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે નીતિ પંચે સરકારી યોજનાઓ અંગે રાજ્યો અને દેશની પરર્ફોમન્સની માહિતી મેળવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ભારતને વર્લ્ડ બેંકે લોઅર મીડલ આવકવાળા દેશોમાં સામેલ કરવામાં આવ્યા. બીજી બાજુ પાડોશી દેશ ચીનને અપર મીડલ આવક દેશ માને છે. સરકાર હવે ગરીબીને સંયુકત રાષ્ટ્રવિકાસ કાર્યક્રમ મુજબ નક્કી કરશે. ઉલ્લેખનીય છે કે સંયુકત રાષ્ટ્ર ડેવલોપમેન્ટ પ્રોગ્રામના ગરીબીના ઇંડેકસમાં ફકત આવકને જ માપદંડ રાખી શકાય નહીં. આ ઇન્ડેકસને સ્વાસ્થ્ય, શિક્ષા અને જીવવાના સ્તરના આધાર પર નક્કી કરવામાં આવે છે તેના માટે ૧૦ સંકેતકોની પસંદગી કરવામાં આવી છે. જેમ કે સ્વાસ્થ્ય, શિક્ષા, પાણી, શૌચાલય, વીજળી, સંપત્તિ, જમવાનું બનાવાનું ઇંધણ, ઘરની છત અને સંપત્તિ સામેલ છે.

હવે જો સરકારના સર્વેમાં કોઇ વ્યકિત પાસે આ વસ્તુઓનો અભાવ નહી હોય તો તેને ગરીબ માનવામાં આવશે નહિ. ઉલ્લેખનીય છે કે તેંડુલકર કમિટિએ દેશમાં ગરીબોની સંખ્યા ૨૬.૮ કરોડ માની છે.

(3:35 pm IST)