Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

એટીએસની જુહુની ટીમે બે ડ્રગ-પેડલર પાસેથી ૫.૬ કરોડનું ૧૪.૩ કિલો એમડી ડ્રગ પકડ્યું

મુંબઈ : એટીએસની જુહુ બ્રાન્ચ સાથે સંકળાયેલા એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ દયા નાયકની ટીમે ધીરજપૂર્વક કરેલી તપાસને સફળતા મળી છે. ૨૦૧૯ની ૬ ડિસેમ્બરે દયા નાયક અને તેમની ટીમે જુહુમાંથી ૪૯ વર્ષના મહેન્દ્ર પરશુરામ પાટીલ અને ૨૯ વર્ષના સંતોષ બાળાસાહેબ અડકેને ઝડપી લીધા હતા. તેમની પાસેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ૫.૬૦ કરોડ રૂપિયાની કિંમતનું મેફોડ્રીન (એમડી ડ્રગ) જપ્ત કરાયું હતું. તેમની સામે એનડીપીએસ ઍક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચાલુ કરાઈ હતી.
 તપાસ દરમ્યાન જણાઈ આવ્યું હતું કે સંતોષ અડકે પુણેમાં એમડી ડ્રગનું ઉત્પાદન કરતો હતો. એથી એ સંદર્ભે દયા નાયક અને એપીઆઇ સાગર કુણગીરે તપાસ કરતાં પુણે જિલ્લાના પુરંદર તાલુકાના દિવે ગામમાં આવેલી શ્રી અલ્ફા કેમિકલ્સમાં એમડી ડ્રગ બનાવતો હતો. એથી ૧૯ ફેબ્રુઆરીએ એ ફૅક્ટરી પર રેઇડ પાડવામાં આવી હતી. પોલીસ ટીમે ત્યાંથી ૪.૫ કરોડ રૂપિયાનું ૧૦.૫ કિલો એમડી ડ્રગ અને એમડી ડ્રગ બનાવવાનું ૨૦૦ કિલો રો મટીરિયલ જેની કિંમત ૧.૨ કરોડ હતી એ જપ્ત કર્યા હતા. એક્સપર્ટનું કહેવું છે કે જો એ રો મટીરિયલમાંથી એમડી ડ્રગ બનાવવામાં આવે તો એની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ૮૦ કરોડ રૂપિયા થાય.છે
આ ઑપરેશન એટીએસના ચીફ દેવેનભારતીની આગેવાની હેઠળ પાર પાડવામાં આવ્યું હતું.

(12:51 pm IST)