Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

ટ્રમ્પથી ગરીબી છુપાવવા દિવાલ બાદ યમુનાને સ્વચ્છ દેખાડવા ૫૦૦ કયુસેક ગંગાજળ છોડાયું

બુલંદશહેરથી ગંગાજળ ચાર દિવસમા આગ્રા પહોંચશે : યમુના કિનારે તાજમહેલને નિહાળતા ટ્રમ્પને યમુના નદીની સ્વચ્છતાના દર્શાવાશે: એરપોર્ટ અને તાજમહેલ વચ્ચેના ૧૨ કિલોમીટરના રસ્તાની ગલીઓને ડેકોરેટ કરાઈ

નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૪ અને ૨૫ ફેબ્રુઆરીએ બે દિવસના ભારત પ્રવાસે આવવાના છે. જેમાં ૨૪ ફેબ્રુઆરીના અમદાવાદમાં મોટેરા સ્ટેડીયમમા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ આગ્રાના તાજમહેલને નિહાળવા જવાના છે. ડોનાલ્ડ ટ્રમ્પને અમદાવાદના જે રીતે ગરીબી છુપાવવા ઝુપડા આગળ દિવાલ બનાવી દેવામા આવી છે. તેવી જ રીતે આગ્રા નજીક ડોનાલ્ડ ટ્રમ્પને ગંગાના ગંદકી ના દેખાય તેની માટે યમુના નદીમા ૫૦૦ કયુસેક ગંગાજળ છોડવામા આવ્યું છે. જે બુલંદશહેરથી ચાર દિવસમા આગ્રા પહોંચશે. ૨૪ ફેબ્રુઆરીના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગ્રા પહોંચશે. તે આગ્રામા પત્ની સાથે તાજ મહેલને નિહાળશે.જેમાં અમુક કલાકો વિતાવશે. આ દરમ્યાન યમુના કિનારે નિર્મિત તાજને નિહાળતા યમુના નદીને પણ નિહાળશે. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને યમુનાનું સ્વચ્છ જળ જોવા મળશે.

આગ્રામા આવી રહેલા અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લઈને યમુનામા હરિદ્રારના બુલંદશહેર કોટ એક્કેપ થી ૫૦૦ કયુસેક ગંગાજળ છોડવામા આવ્યું છે. આ પાણી મથુરામા ત્રણ દિવસમા અને તેના આગામી દિવસે આગ્રા પહોંચશે.આ ઉપરાંત આગ્રાના ડીએમ અનિલ કુમારે કહ્યું કે અમે એરફોર્સ સ્ટેશન અને તાજમહેલ વચ્ચે રોડને પહોળા કરવાનું કામ કરી રહ્યા છે. તેમજ તાજમહેલની સાફ સફાઈ પણ કરવામા આવી રહી છે. તેમજ રોડ પરના ગેરકાયદે હોર્ડીગ પણ હટાવવામા આવી રહ્યા છે.

છેલ્લા ઘણા દિવસો ઉત્તર પ્રદેશના સિંચાઈ વિભાગ દ્વારા યમુનામા ૫૦૦ કયુસેક પાણી છોડવામા આવ્યું છે. એરપોર્ટ અને તાજમહેલ વચ્ચેના ૧૨ કિલોમીટરના રસ્તાની ગલીઓને ડેકોરેટ કરવામા આવી રહી છે. તેમજ તે કામ માટે આગ્રા,મથુરા અને વૃંદાવનથી ૩૦૦૦ કલાકારો બોલાવવામા આવ્યા છે

(12:42 pm IST)