Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

હવે મોદી સરકાર દેશમાં આર્થિક અને સામાજિક સર્વેક્ષણો કરવાના પ્લાનને અભેરાઈએ ચઢાવશે

નાગરિકતા કાયદા વિદ્ધ થઈ રહેલા ભારે વિરોધ પ્રદર્શનોને કારણે મોદી સરકાર કરશે પીછેહઠ

નવી દિલ્હી : દેશમાં નાગરિકતા કાયદા વિદ્ધ થઈ રહેલા ભારે વિરોધ પ્રદર્શનોને કારણે મોદી સરકાર હવે દેશમાં આર્થિક અને સામાજિક સર્વેક્ષણો કરાવવાના પોતાના પ્લાનને અભેરાઈએ ચઢાવી દેશે.આવી સ્થિતિમાં દેશમાં આવો કોઇ સર્વે કરાવવાની સરકારની ઈચ્છા નથી અને ટૂંક સમયમાં જ તેને સ્થગિત કરવા અંગેની જાહેરાત સરકાર કરી શકે છે. આ સર્વેક્ષણ નું કામ જાન્યુઆરી માસમાં શ થયું હતું પરંતુ તેમાં સામેલ રહેલા અધિકારીઓને સતત લોકોના ગુસ્સાનો સામનો કરવો પડો છે.

 લોકોને એવી શંકા છે કે નાગરિકતા નક્કી કરવા માટે સરકાર આવા આંકડા એકત્રિત કરી રહી છે અને એટલા માટે આર્થિક અને સામાજિક સર્વેક્ષણ કરવામાં ભારે મોટા અવરોધો છે અને અધિકારીઓને લોકોના ગુસ્સાનો સતત સામનો કરવો પડે છે.

    દિલ્હીમાં નિષ્ણાતોની સમિતિ ની બેઠકમાં ચર્ચા થઈ હતી અને તેમાં સર્વ સંમતિથી એવો નિર્ણય લેવાયો હતો કે અત્યારે આ પ્રકારનો સર્વે દેશમાં કરવો હિતાવહ નથી. ગઈકાલે નિષ્ણાતોની એક બેઠક મળી હતી અને તેમાં સર્વેમાં લાગેલા અધિકારીઓ ના અનુભવોનો નિચોડ રજૂ કરવામાં આવ્યો હતો અને તેમની સામે કેવા કેવા પડકારો આવી ગયા છે તેની સમગ્ર સ્થિતિ બેઠકમાં રજૂ કરવામાં આવી હતી.

(12:33 pm IST)