Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

વિશ્વ વિખ્યાત બાન લેબ્સ કંપનીનો ભરપૂર સહયોગ

 'અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ' પ્રસ્તુત 'ગુજરાત્રી'ના મંચ પરથી ૨૯મીએ 'કોકટેલ desi-season 2' રજૂ થનાર છે. આ વખતની ઇવેન્ટસમાં દેશ વિદેશમાં ખુબ જાણીતી બ્રાન્ડ્સ બાન લેબ્સનો ભરપુર સહયોગ સાંપડ્યો છે. બ્યુટી, હેર, હેલ્થ માટેની આયુર્વેદિક અને હર્બલ ચીજવસ્તુઓના ઉત્પાદનમાં જેનો જોટો ન જડે તેવી બાન લેબ્સ પ્રા. લિ. કંપની પણ ગુજરાત્રી અંતર્ગત ગુજરાતી ભાષાને આજના યુવાધનમાં વધુને વધુ પ્રચલીત બનાવવાના અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સના પ્રયાસમાં સહભાગી બની છે અને આ તકે ગુજરાત્રીની સમગ્ર ટીમ બાન લેબ્સનો અંતરની આભાર માને છે.

(11:32 am IST)