Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

આમ આદમીને મળશે રાહત : આવતા મહિને રાંધણ ગેસની કિંમત ઘટશે : ધર્મેન્દ્ર પ્રધાન

શિયાળામાં LPGનો વપરાશ વધવાથી દબાણ વધ્યુ: આંતરરાષ્ટ્રીય બજારના કારણે કિંમત વધી

નવી દિલ્હી : આમ આદમીને રાહત મળશે ગેસ સિલિન્ડના ભાવ આગામી મહિને ઘટી શકે છે. આ વાતનો સંકેત કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાયપુરમાં કહ્યું કે રાંધણ ગેસની કિંમતોમાં આગામી મહિને ઘટાડો થઇ શકે છે. પ્રધાન બે દિવસના છત્તીસગઢ રાજ્યના પ્રવાસે છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાયપુરમાં સ્વામી વિવેકાનંદ એરપોર્ટ પર પત્રકારો સાથે વાતચીત કરી હતી.

એલપીજીની કિંમતોમાં સતત થઇ રહેલા વધારા સાથે સંબંધિત સવાલનો જવાબ આપતા મંત્રીએ કહ્યું, આ સાચુ નથી કે કિંમત સતત વધી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારના કારણે આ મહિને કિંમતોમાં વધારો થયો. જો કે એવા સંકેત છે કે આગામી મહિને તેની કિંમતો ઘટી શકે છે

 તેમણે વધુમાં જણાવ્યું કે શિયાળા દરમિયાન એલપીજીનો વપરાશ વધ્યો હતો, જેના કારણે આ ક્ષેત્રમાં દબાણ વધી ગયું હતુ. આ મહિને કિંમતોમાં વધારો થયો જ્યારે આગામી મહિને તેમાં ઘટાડો થશે. ગત અઠવાડિયે સબસિડી વિનાના રાંધણ ગેસ સિલિન્ડર (14.2 કિલો)ના ભાવમાં 149 રૂપિયાનો વધારો થયો છે.

(10:51 am IST)