Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

પાકિસ્તાનને મળતું ભારતીય નદીઓનું પાણી અટકાવાશે :નીતિન ગડકરી

મોસ્ટ ફેવર્ડનો દરજ્જો,એક્સાઇઝ ડ્યુટી વધાર્યા બાદ ભારતનો વધુ એક મોટો નિર્ણય

 

નવી દિલ્હી :જમ્મુ કાશ્મીરના પુલવામા ઘટના બાદ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પાકિસ્તાનને મળતું ભારતીય નદીઓનું પાણી અટકાવવાની જાહેરાત કરી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે પુલવામા ઘટના બાદ પાકિસ્તાનને આપેલો મોસ્ટ ફૅવર્ડ નેશનનો દરજ્જો પરત લેવામાં આવ્યો છે અને એક્સાઇઝ ડ્યુટી પણ વધારવાનો નિર્ણય લેવાયો હતો.

   ઉત્તર પ્રદેશના બાઘપતમાં આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતા નીતિન ગડકરીએ કહ્યું, "આપણા દેશની ત્રણ નદીઓનું પાણી પાકિસ્તાન જતું હતું. ત્રણ નદીઓ પર પ્રોજેક્ટ ઊભા કરીને પાણીને પરત યમુના નદીમાં લાવવામાં આવશે."

કેન્દ્રીય મંત્રી દ્વારા કરાયેલી જાહેરાત પ્રમાણે ત્રણ નદીઓ પર પ્રોજેક્ટ ઊભા કરીને પાકિસ્તાનમાં જતું પાણી અટકાવી દેવામાં આવશે.

(10:23 pm IST)