Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

પાકિસ્તાન ઝૂક્યું :આતંકી સંગઠન જમાત-ઉત-દાવા અને ફલાહ-એ-ઇંસાનિયત ઉપર પ્રતિબંધ લગાવ્યો

બંને આતંકવાદી સંગઠનનો સંબંધ મુંબઈ હુમલાના આરોપી હાફિઝ સઈદ સાથે છે

 

જમ્મુ કાશ્મીરના પુલવામાં હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વણસેલા સંબંધો વચ્ચે પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠકમાં મોટા નિર્ણયો લીધા છે   

     પાકિસ્તાની વેબસાઇટ ડોનના મતે પાકિસ્તાને આતંકી સંગઠન જમાત ઉત દાવા પર પ્રતિબંધ લગાવ્યો છે. સાથે ફલાહ--ઇંસાનિયત ઉપર પણ પ્રતિબંધ લગાવ્યો છે. બંને આતંકવાદી સંગઠનનો સંબંધ મુંબઈ હુમલાના આરોપી હાફિઝ સઈદ સાથે છે.બેઠકમાં બંને સંગઠનોને ગેરકાયદેસર જાહેર કર્યા હતા.

    અત્રે ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્રએ હાફિઝ સઈદને આતંકી ઘોષિત કરીને તેના ઉપર 10 મિલિયન ડોલરના ઇનામની જાહેરાત કરી છે. આ પછી પાકિસ્તાને તેના આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા પર પ્રતિબંધ મુક્યો હતો

(9:49 pm IST)