Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

રાસુકા હેઠળ ગોરખપુરના તત્કાલીન સાંસદ યોગી આદિત્યનાથની ધરપકડ કરનાર આઇપીએસ અધિકારીને પાણીચું પકડાવી દેવાયું

જસબીરસિંહ અપર પોલીસ મહાનિર્દેશકના પદ પર તૈનાત હતા :14મીએ પદ પરથી હટાવ્યા

નવી દિલ્હી :ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ભૂતકાળમાં ધરપકડ કરનાર અધિકારીને હટાવી દેવાયા છે વર્ષ 2002માં રાષ્ટ્રીય સુરક્ષા કાનુન (રાસુકા)ના આધારે ગોરખપુરના તત્કાલિન સાંસદ યોગી આદિત્યનાથની ધરપકડ કરનારા આઈપીએસ અધિકારીને ઉત્તર પ્રદેશની સરકારે પાણીચું પકડાવી દીધું છે

  . અધિકારીએ થોડા દિવસો પહેલા જણાવ્યું હતું કે, યોગી આદિત્યનાથની ધરપકડ કરવાના કારણે તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.

ઉત્તર પ્રદેશના પોલીસ પ્રવક્તા આર.કે ગૌતમે આ વાતની પુષ્ટિ કરી હતી કે, 1992ની કેડરના આઈપીએસ અધિકારી જસવીર સિંહને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. જો કે તેમણે એ નહોતું જણાવ્યું કે, સિંહ વિરૂદ્ધ શા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે.

   ઉત્તર પ્રદેશ પોલીસની વેબસાઈટના આધારે જસવીર સિંહ અપર પોલીસ મહાનિર્દેશકના પદ પર તૈનાત હતા. જેમને 14 ફેબ્રુઆરીએ પદ પરથી હટાવી દેવામાં આવ્યા.

(7:47 pm IST)