Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

હ્યુમન રાઈટ્‍સ વોચનો રીપોર્ટઃ ગૌરક્ષકોએ ૩ વર્ષમાં ૪૪ લોકોને મારી નાખ્‍યાં: ૧૦૦થી વધુ હુમલા થયા

નવી દિલ્‍હીઃ ભારતમાં ૩ વર્ષમાં કથીત ગૌરક્ષક સંગઠનોએ ઓછામાં ઓછા ૪૪ લોકોની હત્‍યા કરી નાખી છે, જેઓને કાનૂની એજન્‍સીઓ અને હિન્‍દુ રાષ્‍ટ્રવાદી નેતાઓના આશિર્વાદ પ્રાપ્ત હતા. હ્યુમન રાઈટસ વોચના રીપોર્ટમાં આવુ જણાવવામાં આવ્‍યુ છે. ૧૦૪ પાનાના રીપોર્ટમાં જણાવાયુ છે કે, માર્યા ગયેલા લોકોમાં ૩૬ મુસ્‍લિમ સમુદાયના છે. ન્‍યુયોર્ક સમુહના આ રીપોર્ટ અનુસાર મે ૨૦૧૫થી લઈને ડીસે. ૨૦૧૮ વચ્‍ચે ૧૦૦થી વધુ હુમલામાં ૨૮૦ લોકોને ઈજા થઈ છે. રીપોર્ટ જણાવે છે કે ભાજપ હિન્‍દુ દ્વારા પુજાતી ગાયની રક્ષા માટે નીતિઓનું સમર્થન કરે છે. સમુહે આરોપ મુકયો છે કે, ભાજપની બિનસાંપ્રદાયિક નિવેદનબાજીને કારણે બીફ ખાવાના વિરોધમાં હિંસક અભિયાન શરૂ થયા હતા. ગૌરક્ષાના નામે થતી હિંસાના આરોપીઓ વિરૂદ્ધ પોલીસ પણ પુરી કાર્યવાહી કરતી નથી. રીપોર્ટ અનુસાર આ પ્રકારની હિંસાથી દલિત અને આદિવાસી પીડીત છે.

(4:10 pm IST)