Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

૬ માર્ચ બાદ લોકસભા ચૂંટણીની તારીખોનું થશે એલાન

મોદી દેશના દરેક ચીફ સેક્રેટરી સાથે કરશે સમીક્ષા બેઠક : ચૂંટણીપંચે દરેક રાજયોને પત્ર મોકલીને ૨૮ ફેબ્રુ.માં તમામ તૈયારી પૂર્ણ કરવા કહ્યું

નવી દિલ્હી તા. ૨૧ : માર્ચના પ્રથમ સપ્તાહ બાદ લોકસભા ચૂંટણીનું બ્યુગલ ફુંકાશે. સૂત્રોના જણાવ્યા મુજબ ૭ માર્ચ થી ૧૦ માર્ચ વચ્ચે કોઈ પણ દિવસે ચૂંટણીનું એલાન થશે. તે પહેલા ૬ માર્ચને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના દરેક ચીફ સેક્રેટરીની સાથે મિટિંગ કરશે. અને દેશભરમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા બેઠક કરશે.તે જ દિવસે કેબિનેટ મિટિંગ પણ થશે.

સૂત્રોના જણાવ્યા મુજબ, તે મોદીસરકારના હાલના ટર્મની અંતિમ કેબિનેટ બેઠક હશે અને પ્રગતિ સમીક્ષા બેઠક હોય શકે છે. ત્યારબાદ ૭ માર્ચ થી ૧૦ માર્ચ વચ્ચે કોઈ પણ દિવસે લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન કરી દેવામાં આવશે. ચૂંટણી પંચે પહેલા જ રાજયોને કોઈ પણ ભોગે ૨૮ ફેબ્રુઆરીએ તમામ પ્રશાસનિક તૈયારી અને ખાસ કરીને બદલીની પ્રક્રિયા પુરી કરી લેવાનું કહેવામાં આવ્યું છે.

દરેક રાજયોના ચીફ સેક્રેટરીને મોકલવામાં આવેલા પત્રમાં કહેવામા આવ્યું છે કે ૨૮ ફેબ્રુઆરી બાદ કોઈ બદલી કરવામાં આવશે નહી. સાથેજ અંતિમ સમયમાં હવે જે પણ બદલી થશે તેની જાણકારી પંચને આપવામાં આવશે. આયોગેઙ્ગ સંકેત આપ્યો છે કે ૧૦ માર્ચ પહેલા લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન કરી દેવામાં આવશે.(૨૧.૧૨)

(11:39 am IST)