Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

ઉપલક વેપારીઓ સાથેના વ્યવહારોનો ૩બી રિટર્નમાં હવે ફરજિયાત ઉલ્લેખ

ટેબલ સાતમાં ઉલ્લેખ નહીં કરનારા વેપારીઓએ દંડ ઠટકારવામાં આવશે

નવી દિલ્હી, તા. ર૧ : વેપાર વણજને ઓનરેકર્ડ લાવવા માટે સરકાર દ્વારા એક પછી એક પગલા ભરાઇ રહ્યા છે. જીએસટી લાગુ પડયા બાદ પણ કર દાયરામાં નહીં આવેલા ધંધાર્થીઓ ઉપર હવે સકંજો કસાઇ રહ્યો છે. આ દિશામાં વધુ એક પગલુ ભરતા સરકારે જીએસટી નંબર નહીં ધરાવતા વેપારીઓ સાથેના વ્યવહારો પણ હવે ૩બી રિટર્નમાં ટેલબ ૭માં આવા ઉપલકના ધંધાકીય વ્યવહારોનો ઉલ્લેખ નહીં કરનાર વેપારીઓને દંડની ચીમકી પણ અપાઇ છે.

ર૦ લાખનું ટર્નઓવર ધરાવનાર વેપારીએ રિટર્ન ભરવાનું રહેતું નથી. રિટર્ન ભરવાનું નહીં હોવાથી મોટાભાગના વેપારીઓએ હજુ સુધી જીએસટી નંબર જ લીધા નથી. કારણ કે જીએસટીની વેબસાઇટ પર હજુ સુધી ૧ર કરોડની આસપાસ જ જીએસટી નંબર આપવામાં આવ્યા છે. જયારે વેપારીઓની સંખ્યા આના કરતા સમગ્ર દેશમાં વધુ છે. જેથી તમામ વેપારીઓ પાસે જીએસટી નંબર ફરજિયાત હોય તે દિશામાં હાલ સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે રાજયની અંદર ર.પ૦ લાખ અથવા તેના કરતા ઓછો માલ મોકલવાનો હોય અને તેની પાસે જીએસટી નંબર નહીં હોય તો તેનો પણ ઉલ્લેખ ૩બી રિટર્નના ટેબલ સાતમાં કરવાનો રહેશે. આ પ્રમાણે નહીં કરનાર વેપારીઓને દંડ ફટકારવામાં આવશે. આવું કરવા પાછળનું કારણ એવું જાણવા મળ્યું છે કે, તમામ વેપારીઓ પાસે જીએસટી નંબર ફરજિયાત હોય અને તેઓના ટર્નઓવરનો પણ અંદાજ આવી શકે તેને ધ્યાને રાખીને આ અંગેનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. (૮.પ)

જીએસટી ચોરી કરનારા સામે તવાઇ આવશે

વેપારી પાસે જીએસટી નંબર નથી અથવા તો જીએસટીના દાયરામાં આવતા નહીં હોય તેવા વેપારીઓની સંખ્યા અને તેઓના ટર્નઓવરના સાચા આંકડાનો ખ્યાલ આવે તેને કારણે આ નિયમ લાગુ કવરામાં આવ્યો હોવાની શકયતા રહેલી છે. તેમજ ચોપડા પર ઓછુ ટર્નઓવર બતાવીને જીએસટી નહીં ભરનારા વેપારીઓ પાસ હવેથી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ શકયતા રહેલી છે.

(11:38 am IST)