Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

પુલવામા હુમલા બાદ સરકારની કાર્યવાહી :જમ્મુ કાશ્મીરના 18 ભાગલાવાદી સહિત 155 નેતાઓની સુરક્ષા પાછી ખેચી

આ નેતાઓની સુરક્ષામાં આશરે 1000 પોલીસકર્મી અને 100 ગાડીઓનો ઉપયોગ થતો હતો

 

જમ્મુ: પુલવામામાં થયેલા હુમલા બાદ સરકારે મોટી કાર્યવાહી કરતા 18 ભાગલાવાદી સહિત 155 નેતાઓની સુરક્ષા પાછી ખેચી છે, હરિયત કોન્ફેંસના કેટલાય નેતાઓની સુરક્ષા પાછી ખેચી લેવાઈ છે અથવા તો ઓછી કરી દેવામાં આવી છે. જે નેતાઓની સુરક્ષા પાછી ખેચવામાં આવી છે અથવા તો ઓછી કરવામાં આવી છે. તે નેતાઓમાં એસએએસ ગિલાની, આગા સૈયદ, મૌલવી અબ્બાસ અંસારી, યાસીન મલિક, સલીમ ગિલાની, શાહિદ ઉલ ઇસ્લામ, જફ્ફાર અકબર ભટ્ટ, નઇમ અહમદ ખાન, મુખ્તાર અહમદ વાજાનો સમાવેશ થાય છે

સિવાય ફારુખ અહમદ ફિચલૂ, મસરૂર અબ્બાસ અંસારી, અબ્દુલ ગની શાહ અને મોહમ્મદ મુસાદિક ભટ્ટની સુરક્ષા વ્યવસ્થા ઓછી કરાવામાં આવી છે. અથવા તો પોછી ખેચી લેવામાં આવી છે. નેતાઓની સુરક્ષામાં આશરે 1000 પોલીસકર્મી અને 100 ગાડીઓનો ઉપયોગ થતો હતો. પુલવામામાં થયેલા હુમલા બાદ સરકારે અલગાવવાદિ નેતાઓ પર મોટી કાર્યવાહી કરી છે. સરકારે હુમલા બાદ સ્પષ્ટ કર્યું હતું કે અમે દેશ વિરોધી શક્તિઓ સામે કાર્યવાગી કરીશું.

(12:42 am IST)