Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

''ગેટસ કેમ્બ્રિજ સ્કોલર્સ'': ૨૦૧૯ની સાલ માટે પસંદ કરાયેલા ૩૪ અમેરિકન સ્કોલર્સમાં ૫ ઇન્ડિયન અમેરિકનને સ્થાન

વોશીંગ્ટનઃ યુ.એસ.સ્થિત પાંચ ઇન્ડિયન અમેરિકન ''૨૦૧૯ ગેટસ કેમ્બ્રિજ સ્કોલર્સ'' તરીકે ઘોષિત કરાયા છે. યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ તથા ગેટસ કેમ્બ્રિજ પ્રોગ્રામએ ૧૪ ફેબ્રુ.૨૦૧૯ના રોજ વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી બજાવનાર ૩૪ અમેરિકન નાગરિકોને ૨૦૧૯ની સાલ માટે સ્કોલર્સ તરીકે ઘોષિત કર્યા છે. જેમાં પાંચ ઇન્ડિયન અમેરિકનનો સમાવેશ થાય છે આ તમામ સ્કોલર્સને ઓકટો ૨૦૧૯માં એવોર્ડ આપી સન્માનિત કરાશે.

પસંદ થયેલા પાંચ ઇન્ડિયન અમેરિકન સ્કોલર્સમાં શ્રી ધૃવ નંદાખુડી, શ્રી મિકા જૈન, સુશ્રી નિતિકા મુમ્મી દિવારાયુ, શ્રી કિરણ શ્રીધરનો તથા શ્રીધર શ્રીરામનો સમાવેશ થાય છે.

(8:09 pm IST)