Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

કાર લોન લેવી છે ? પગાર ૧૮ હજારથી વધુ હોય તો લોન મળી શકે

આજના જમાનામાં કાર લક્ઝરી નહી, જરૂરિયાત છે. પરંતુ જો તમે વિચારી રહ્યા છો કે કાર ખરીદવા માટે ખૂબ વધુ પગાર હોવો જોઇએ, તો એવું નથી. મિનિમમ 18000 રૂપિયા સેલરીવાળા લોકો કાર લોન લઇ શકે છે. જો તમારી નેટ મંથલી આવક 18000 થી વધુ છે, તો કાર લોન લેવા માટે એલિજિબલ છે. કાર લોન માટે મિનિમમ વ્યાજ દર 9.25% ટકા છે, અને બેંક તથા કેસના અનુસાર તેમાં અંતર આવી શકે છે. જો તમે નવી કાર ખરીદતી શકતા નથી, તો જૂની કાર પણ લોન લઇને લઇ શકાય છે.

કોને મળી શકે છે કાર લોન

કાર લોન લેવા માટે 18 થી 65 વર્ષની વચ્ચે ઉંમર હોવી જોઇએ અને વધુમાં વધુ 50 લાખ રૂપિયા સુધીની કાર લોન લઇ શકાય છે. લોનની રકમ કારની રકમ અને તમારી સેલરી પર નિર્ભર કરે છે. નોકરી કરનારાઓની સાથે જ પોતાનું કાર કરનાર પણ કાર લોન લઇ શકે છે. જોકે કાર લોન લેવા માટે ઓછામાં ઓછા 2 વર્ષનો ઇનકમ ટેક્સ રિટર્ન હોવું જોઇએ.

કેટલો હોવો જોઇએ સિબિલ

કાર લોન માટે સિબિલ સ્કોર ઓછામાં ઓછો 700 હોવો જોઇએ. સામાન્ય રીતે બેંક તેનાથી ઓછા સિબિલ સ્કોરવાળાને કાર લોન આપતી નથી. સામાન્ય રીતે બેંક કુલ રકમની 80 ટકા લોન આપે છે, પરંતુ કેટલાક કેસમાં 90 ટકા લોન આપવામાં આવે છે.

(12:00 am IST)