Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

વડાપ્રધાન મોદી અને કેજરીવાલની જાહેરાતમાં એક જ લોકોના સમૂહનો સમર્થક તરીકે ઉપયોગ કરાયો !!!

મોદીના એલપીજી સબસીડી છોડવાવાળા જાહેરાત અને કેજરીવાલના ત્રણ વર્ષનો કાર્યકાળની ઉજવણીની જાહેરાતમાં એક જ લોકોનો સમૂહ દર્શાવાયો

 

શું આપને 3લાગે છે કે જે લોકો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પસંદ કરે છે તે લોકો શુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સમર્થક હોઈ શકે ?જોકે આવું નથી પરંતુ એક દિલચસ્પ બાબત બહાર આવી છે જેમાં વડાપ્રધાન મોદી અને કેજરીવાલના અલગ અલગ જાહેરાતમાં દર્શવાયેલા સમર્થકો એક છે

  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એલપીજી સબસીડી છોડવાવાળા જાહેરાત અને કેજરીવાલના ત્રણ વર્ષનો કાર્યકાળની ઉજવણીની જાહેરાતમાં સમર્થક સમૂહ એક છે સોશ્યલ મીડિયામાં તસ્વીર શેયર થવા લગતા લોકો ખુબ મજા લઇ રહ્યાં છે  ઇન્ટરનેટ પર બંને તસ્વીરોને શેયર કરીને વધુમાં વધુ લોકો કેજરીવાલની ખીંચાઈ કરી રહ્યાં છે

(12:58 am IST)