Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

પ્રોવિડન્ડ ફંડના વ્યાજદરમાં ઘટાડો કરાયો

ઈપીએફઓના વ્યાજ દર 8.65 ટકાથી ઘટાડીને 8.55 ટકા કરાયા :0.10 ટકાનો ઘટાડો

 

નવી દિલ્હી :પ્રોવિડન્ટ ફંડ(ઈપીએફઓ) પર આપવામાં આવતા વ્યાજના દરમાં ઘટાડો કરાયો છે નક્કી થયા પ્રમાણે ઈપીએફઓના વ્યાજ દરમાં 0.10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. વ્યાજ 8.65 ટકાથી ઘટાડીને 8.55 ટકા કરવામાં આવ્યો છે. આમ પ્રોવિડન્ટ ફંડ પર અગાઉની સરખામણીમાં ઓછું વ્યાજ મળશે.

  કર્મચારી ભવિષ્ય નિધિ એટલે કે પ્રોવિડન્ટ ફંડ(ઈપીએફઓ) પર કેટલું વ્યાજ મળશે તેનો નિર્ણય આજે લેવામાં આવ્યો છે. અગાઉ એમ મનાતું હતું કે સરકાર પ્રોવિડન્ટ ફંડ પોતાના 5 કરોડ સભ્યોને જમા રાશિ પર 8.65 જેટલું વ્યાજ આપી શકે છે. ઈપીએફઓએ ચાલૂ વર્ષ માટે વ્યાજ દર 8.65 ટકા બનાવી રાખવા માટેનું અંતરને નાથવા માટે મહીનાની શરૂઆતમાં 2,886 કરોડ રૂપિયાના એક્સચેંજ ટ્રેડેડ ફંડને વેચીને ચુકવવા પાત્ર રકમ મેળવી લીધી હતી.

(10:21 pm IST)