Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

દિલ્હીના મુખ્ય સચિવ સાથે મારપીટ મામલે આપના ધારાસભ્યો અમાનતુંલ્લા અને પ્રકાશ જરવાલને કોર્ટમાં રજુ કરાયા :બે દિવસના રિમાન્ડની માંગણી ફગાવાઈ :ગુરુવારે સુનાવણી

 

નવી દિલ્હી :દિલ્હીના મુખ્ય સચિવ સાથે મારપીટ અને ગેરવર્તણૂકના મામલે ઝડપાયેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા અને પ્રકાશ જરવાલને તીસ હજારી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા પોલીસે બંને આરોપીના બે દિવસના પોલીસ રિમાન્ડની માગણી કરી હતી.પરંતુ કોર્ટે માગણીને ફગાવી દીધી હતી

 

    સરકારી વકીલે કોર્ટમાં કહ્યું કે બંને આરોપીના બે દિવસના પોલીસ રિમાન્ડની જરૂરિયાત છે  કોર્ટ બંને ધારાસભ્યોની જામીન અરજી પર ગુરૂવારે સુનાવણી કરશે. કોર્ટે કહ્યું કે જરવાલ અને અમાનતુલ્લાએ પોતે સરેન્ડર કર્યુ હતુ. અને બેઠકમાં હાજર તમામ 11 નેતાઓએ તપાસમાં સહયોગનો વાયદો કર્યો છે જેથી દિલ્હી પોલીસની અરજીને ફગાવી દેવામાં આવે છે.

(10:20 pm IST)