Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

જિયો મારફતે ઉત્તરપ્રદેશમાં સીધી રીતે૧૪ હજારને જોબ

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા જાહેરાત થઇ : રિલાયન્સના અન્ય ઉપક્રમો મારફતે એક લાખથી વધારે રોજગારીની : યુપીમાં જીયોથી ૨૦ હજાર કરોડનુ રોકાણ

લખનૌ,તા. ૨૧ : ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌમાં શરૂ થયેલી ઇન્વેસ્ટર્સ સમિટના પ્રથમ દિવસે તમામ ટોપના ઉદ્યોપતિઓ હાજર રહ્યા હતા. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ સૌથી પહેલા રાજ્યમાં ૧૦ હજાર કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી. સમિટમાં સૌથી પહેલા પોતાની કંપનીના રોકાણની જાહેરાત મુકેશ અંબાણી દ્વારા કરવામાં આવી હતી. તેમણે કહ્યુ હતુ કે ઉત્તરપ્રદેશના દરેક ગામમાં જિયો પહોંચાડી દેવાના પ્રયાસ ચાલી રહ્યા છે. ડિસેમ્બર સુધીમાં દરેક ગામને અમે જિયો કનેક્ટિવિટી સાથે જોડી દેવામાં આવનાર છે. તેમણે ઉત્તરપ્રદેશના વિકાસ માટે દરેક સ્તર પર કામ કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે તેમણે ઉત્તરપ્રદેશની સેવા કરવાની તક મળી રહી છે તે તેમના માટે ખુબ ગર્વની બાબત છે. તેમણે કહ્યુ હતુ કે જિયો મારફતે અમે ૧૪ હજાર સીધી રોજગારી આપી રહ્યા છીએ. બીજી બાજુ રિલાયન્સના અન્ય ઉપક્રમો મારફતે એક લાખથી વધારે અવસર રોજગારીની આપવા જઇ રહ્યા છીએ. તેમણે કહ્યુ હતુ કે તેઓ લખનૌ આવીને ખુશ છે. કોઇ પણ પાટનગરને સમિટ માટે આટલી શાનદાર રીતે શણગારવામાં આવે તે ખુબ મોટી બાબત છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની પ્રશંસા કરતા તેમણે કહ્યુ હતુ કે યોગી કર્મયોગી છે. ઉત્તરપ્રદેશના લોકોના હિતમાં આ બાબત ખુબ ઉપયોગી છે. કર્મયોગી અહીંના મુખ્યપ્રધાન છે તે સૌભાગ્યની વાત છે. ઉત્તરપ્રદેશ આવવાની તમામની દેશભક્તિની જવાબદારી છે. યુપી આગળ વધશે તો દેશના દરેક વિસ્તારમાં વિકાસ થશે. તેમણે કહ્યુ હતુ કે હાલના સમયમાં અમે  જીયો મારફતે ૨૦ હજાર કરોડનુ રોકાણ કરી ચુક્યા છીએ. આગામી ત્રણ વર્ષમાં બે કરોડ જિયો ફોન સુધી પહોંચવાની તેમણે કહ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે ડિસેમ્બર સુધી દરેક ગામમાં જીયો પહોંચી જશે. મુકેશ અંબાણી બાદ અમીર ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પણ સંબોધન કર્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે ઉત્તરપ્રદેશમાં ૩૫ હજાર કરોડ રૂપિયાનુ રોકાણ કરવામાં આવનાર છે. અદાણી ગ્રુપનુ મિશન રાષ્ટ્ર નિર્માણ છે. જે ન્યુ ઇન્ડિયાના ભાગરૂપે સામેલ છે. ઉત્તરપ્રદેશમાં અમે વર્લ્ડ ક્લાસ ફુડ એન્ડ એગ્રી પાર્ક સ્થાપિત કરવામાં આવનાર છે.

કોણ કેટલા રોકશે........

 બિરલા પણ ૨૫ હજાર કરોડ રોકશે

        લખનૌ,તા. ૨૧ : ઉત્તરપ્રદેશમાં આજે ઇન્વેસ્ટર્સ સમિટની શરૂઆત થઇ હતી. પ્રથમ દિવસે જ જંગી રોકાણની જાહેરાત કરવામાં આવી હતી. રોકાણ કોણ કેટલુ કરશે તે નીચે મુજબ છે.

*    જિયો મારફતે ૧૪ હજાર લોકોને સીધી રીતે રોજગારી

*    મુકેશ અંબાણીની ૧૦ હજાર કરોડ રૂપિયા રોકવા તૈયાર

*    અદાણી૩૫ હજાર કરોડનુ રોકાણ કરવા માટે તૈયાર

*    બિરલા ગ્રુપ ૨૫ હજાર કરોડ રૂપિયાનુ રોકાણ કરશે

*    વારાણસીમાં ૨૦૦ કરોડથી ક્લબ મહિન્દ્રા પ્રોપર્ટી વિકસિત કરવાની આનંદ મહિન્દ્રાની જાહેરાત

*    ૩૦ હજારની ક્ષમતા સાથે સેન્ટર વિકસિત કરવા તાતા સન્સની જાહેરાત કરાઇ

*    એસ્સેલ ગ્રુપ ૧૮ હજાર કરોડનુ રોકાણ કરવા તૈયાર

(8:03 pm IST)